તો આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ વડોદરામાં આવેલા અજબડી મીલ વિસ્તારમાં કેટલાક લોકો ઈનામી કૂપનના નામે જુગાર રમાડી રહ્યાં હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચ વિભાગને મળી હતી. જેને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને ઈનામી કુપન પર જુગાર રમતા આરોપીઓની ધરપકડ કરી હતી.
તો આ મામલે વડોદરા પોલીસ વિભાગ દ્વારા જુગારીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત કુલ રુપિયા 29,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તદ્દઉપરાંત પોલીસ વિભાગ દ્વારા જુગારમાં ઉપયોગી એવા ઈનામી કૂપનો સહિતની માલ સામગ્રી પણ જપ્ત કરી હતી. તો જુગારિયાઓના ઈનામી કૂપનના નવા પ્રકારના જુગારને જોઈને એક તબક્કે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.