કોરોનાની બીજી લહેર સ્ત્રીઓ માટે વધુ ગંભીર
એસ્ટ્રોજન નામના હોર્મોન કોરોના સામે લડવામાં મદદરૂપ
ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ વધુ પ્રમાણમાં કોરોનાનો ભોગ બની
રાજકોટ: કોરોનાની બીજી લહેરમાં સ્ત્રીઓ વધુ પ્રમાણમાં અસરગ્રસ્ત જોવા મળી હતી.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અને વેક્સિનની જાગૃતિ તથા મહિલાઓની અમુક બેદરકારીને કારણે તેઓનો સંકમિત થવાની અને મૃત્યુ થવાની બાબતો નજરે પડી છે.બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25થી 60 વર્ષની સ્ત્રીઓના થયા છે એવુ કહીએ તો ખોટું નથી. ભારતમાં પુરુષોના સંક્રમણનું પ્રમાણ વધુ છે પણ બીજી લહેરમાં મૃત્યુદર કે મૃત્યુ જોખમ સ્ત્રીઓ ઉપર પણ વધુ જોવા મળે છે.
બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25થી 60 વર્ષની સ્ત્રીઓના થયાં છે
આ અંગે મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.યોગેશ જોગસણ અને ડો.ધારા દોશીના માર્ગદર્શન હેઠળ 45થી વધુ વિદ્યાર્થીઓએ તારણ આપ્યું છે કે, મહિલાઓમાં એસ્ટ્રોજન નામના હોર્મોન હોય છે જે ચેપ સામે લડવામા મદદરૂપ થાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં કોરોના વિશેની સજાગતા અને સમજણનો અભાવ જોવા મળે છે.મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય વિસ્તારથી જોડાયેલા છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોના નિરીક્ષણથી જણાયું કે બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25થી 60 વર્ષની સ્ત્રીઓના થયાં છે
મહિલાઓમાં એસ્ટ્રોજન નામના હોર્મોન હોય છે જે ચેપ સામે લડવામા મદદરૂપ થતો હોય છે.
આ માહિતી મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગામડાઓમાં કાઉન્સેલિંગ કરી રહ્યા છે તેને આધારે પ્રાપ્ત કરી છે. જે કોઈ કેસ નોંધાય છે તેમાંથી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ સૌથી વધુ મૃત્યુ પામી છે તેવું પણ આ સર્વેમાં જોવા મળે છે.મહિલાઓમાં એસ્ટ્રોજન નામના હોર્મોન હોય છે જે ચેપ સામે લડવામાં મદદરૂપ થતો હોય છે. પરંતું કોરોના સંક્રમણમા આ એન્ટ્રોજન સ્ત્રીઓનું પૂરતું રક્ષણ કરી શકતો નથી.નાના મોટી બિમારી અને દરકાર ન લેવાની સ્ત્રીઓની વૃત્તિ કોરોના સંક્રમણમાં ખૂબ જ ભારે પડી રહી છે
બીજી લહેરમાં સ્ત્રીઓનો મૃત્યુદર પણ વધુ જોવા મળે છે.
મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય વિસ્તારથી જોડાયેલા છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોના નિરીક્ષણથી જણાયું કે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25થી 60 વર્ષની સ્ત્રીઓના થયાં છે એવુ કહીએ તો ખોટું નથી. ભારતમાં પુરુષોના સંક્રમણનું પ્રમાણ વધુ છે પણ બીજી લહેરમાં મૃત્યુ દર કે મૃત્યુ જોખમ સ્ત્રીઓ ઉપર પણ વધુ જોવા મળે છે. આ માહિતી મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગામડાઓમાં કાઉન્સેલિંગ કરી રહ્યા છે તેને આધારે પ્રાપ્ત કરી છે. જે કોઈ કેસ નોંધાય છે તેમાંથી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ સૌથી વધુ મૃત્યુ પામી છે તેવું પણ આ સર્વેમાં જોવા મળે છે.