શહેરના વોર્ડ નં. 5 તથા 6 માં વેક્સિન કેમ્પ યોજાયો
રાજ્યપ્રધાન હકુભા જાડેજા રહ્યા ઉપસ્થિત
45 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે યોજાયું રસીકરણ
જામનગર: શહેરમાં મહાનગરપાલિકા તથા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નં. 5 તથા 6 માં રાજ્યપ્રધાન હકુભા જાડેજાની હાજરીમાં યોજાયેલા કેમ્પ દરમિયાન લોકોને કોરોના વેક્સિન આપી સુરક્ષિત કરાયા હતાં. જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગર-પાલિકાના સહયોગથી ગત માસ શહેરના વિવિધ વોર્ડમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં રસી લીધેલા લોકોને બીજા ડોઝ માટે વોર્ડ નં.5 અને 6માં વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા.
શહેરમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પુરજોશમાં
જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રસીનો બીજો ડોઝ લઇ રસીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- 5 ગીતા મંદિર પારસ, સોસાયટી અને વોર્ડ નં. ૬માં વુલનમિલની ચાલી, હિન્દી સ્કુલ, દિગ્જામ મિલ પાછળ રહેતા 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વેક્સિન કેમ્પમાં કોણ કોણ રહ્યું હાજર
આ કેમ્પમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટરો-આશિષભાઇ જોષી, કિશનભાઈ માડમ, સરોજબેન વિરાણી, ડિમ્પલબેન રાવલ, જશુબા ઝાલા, પૂર્વ ચેરમેન કમલાસિંહ રાજપુત, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ચાવડા, અનિરુદ્ધસિંહ ઝાલા, વિપુલ ચૌહાણ તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.