- સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વ પ્રવાસન સ્થળ બન્યું
- પીએમ મોદીએ 17 નવા પ્રકલ્પનું ઉદ્ઘાટન કર્યું
- તમામ સ્થળની ટિકિટના દર કરાયા જાહેર
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા જનારા પ્રવાસીઓને દિવાળીની ભેટ આપી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરતે અનેક ફરવાલાયક અને માણવાલાયક સ્થળોનો વિકાસ કર્યો છે. મોદીએ આજે 30 ઓકટોબરે 17 પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું છે. આ તમામ પ્રોજેક્ટ જોવા માટે બે દિવસનો સમય લાગી જાય છે. પીએમ મોદીએ દિવાળીની ભેટરૂપે ખૂલ્લું મુક્યું છે. પણ તમામ સ્થળ જોવા માટે ટિકિટના દર નક્કી કરાયા છે અને તે જાહેર પણ કરાયા છે.
એક વ્યક્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા જાય તો આ બધુ જ જોવા માટે ટિકિટ પેટે રૂપિયા 2,870નો ખર્ચ થશે. કેવડિયા જવા-આવવાનો ખર્ચ, જમવાનો, ચા-નાસ્તો, અને રહેવાનો ખર્ચ અલગથી સામેલ છે. આમ જોવા જઈએ તો કેવડિયાની ટૂર મોંઘી છે. સામાન્ય માણસને ન પોષાય તેવા ટિકિટના દર છે. જો કે પૈસાદાર સી-પ્લેનમાં સ્ટેચ્યૂ જાય તો જવા અને આવવાના મળીને કુલ રૂપિયા 3,000થી વધુ ખર્ચ થશે અને ટેન્ટ સિટીમાં રોકાણનું આકર્ષણ છે. તે રહેવાનો ખર્ચ પણ અલગ થાય.