ETV Bharat / state

માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત - માળિયા હાઈવે પર અકસ્માતોની હારમાળા

માળિયા હાઈવે પર શનિવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનરનો ડબ્બો કાર પર પડ્યો હતો. જે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મામલે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં સજાર્યો, ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યો મોત

author img

By

Published : Aug 8, 2020, 1:37 PM IST

મોરબીઃ માળિયા હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. બે દિવસ પૂર્વે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ-ત્રણ જિંદગી હારી ચુકી હતી. તો શનિવારે ફરીથી આવો જ અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનરનો ડબ્બો કાર પર પડ્યો હતો. જે અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ બનાવની મળતી માહિતી મુજબ માળીયા હાઈવે પર ખાખરેચી ગામ નજીકથી પસાર થતી કાર જીજે 36 બી 0474 પસાર થતી હતી, જે દરમિયાન એક કન્ટેનર પસાર થતું હતું. જેનો પાછળનો ડબ્બો કાર પર પર પડતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જે અકસ્માતના બનાવમાં કારમાં સવાર બેચર નારણભાઈ ચાડમીયા, નીલેશ અમરશીભાઈ ચાડમીયા અને ગૌતમ ચંદુભાઈ સંતોકી એમ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ગૌતમ ચંદુભાઈ સંતોકી મૂળ ખાખરેચી ગામના વતની છે. જેની સાથે રવાપરના રહેવાસી બેચરભાઈ અને નીલેશભાઈ ગયા હતા અને પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ત્રણેય મૃતદેહોને હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે. આ મામલે પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.