ETV Bharat / state

અમદાવાદ: પિતાએ ઉશ્કેરણી કરતા દીકરીને જમાઈ અને સાસરિયાઓએ મારમાર્યો - Atrocities on women by her in-laws

સામાન્ય રીતે મહિલાઓ પર તેના સાસરિયાઓ દ્વારા અત્યાચાર કરવાના કિસ્સા સામે આવે છે ત્યારે વસ્ત્રાપુરમાં પિતાની ઉશ્કેરણીના કારણે પરિણીતાને તેના પતિ અને સાસુ સસરા દ્વારા માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પરિણીતાની માતાને પણ સાસરિયાઓ દ્વારા મારવામાં આવી હતી જે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામા આવી છે.

અમદાવાદ: પિતાએ ઉશ્કેરણી કરતા દીકરીને જમાઈ અને સાસરિયાઓએ મારમાર્યો

author img

By

Published : Aug 16, 2020, 10:36 PM IST

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના લગ્ન જીવનને 9 વર્ષ થયાં છે અને એક દીકરી પણ છે અને તેઓ તેમના સાસુ સસરા સાથે રહે છે. ત્યારે ગત 1 ઓગસ્ટે દીકરીનો જન્મ દિવસ હોવાથી ઉજવણી કરવા માટે પરિવારજનો અને તેના માતા પિતાને પણ બોલાવ્યા હતા. રાત્રે મહિલા તેની માતા સાથે બેઠી હતી ત્યારે તેના સાસુ સસરા આવ્યા અને મેણાં મારવા લાગ્યા હતા કે, તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી, અમારો પૈસો જોઇને અમારા દિકરા સાથે લગ્ન કર્યા છે. તમે બંને મા દીકરી લુટેરી છો.

આ બાદ મહિલાના પતિએ પણ મહિલાને ગાળો આપી હતી. આ દરમિયાન મહિલાના પિતા પણ ત્યાં હાજર હતા પરંતુ મહિલાના પિતાના તેની માતા સાથે 25 વર્ષની છૂટાછેડા થઈ ગયા હતા. જેથી પિતાએ પણ મહિલાના સાસરિયાઓને ઉશ્કેરતા કહ્યું કે આ બંને મા દીકરીને મારો જેથી તેઓ સીધા થઈ જાય. ઉશ્કેરણી બાદ મહિલાના પતિએ મહિલાને લાફા અને ગડદા પાટુનો માર માર્યો હતો અને મહિલાની માતા છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર્યા હતા.

આ બનાવ બાદ પોલીસને જાણ કરશો તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ મહિલાને આપી હતી. બીજા દિવસે મહિલા તેની દીકરી અને માતા સાથે તેની માતાના ઘરે જતી રહી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, નાકના ભાગે ફેક્ચર થયું છે. અગાઉ પણ સાસરિયાઓ દ્વારા આ રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરંતુ આબરૂના કારણે મહિલાએ ફરિયાદ કરી નહતી. જ્યારે હવે સહન ના થતા મહિલાએ વસ્ત્રાપુર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.