અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વટવા વિસ્તારમાં શાહરુખ મામાની ગેંગ દ્વારા આતંક મચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સૈયદવાડી અને આસપાસના વિસ્તારમાં ગેંગના લોકોએ તલવારો બતાવી દુકાનો બંધ કરવી હતી. એટલું જ નહીં લોકોના વાહનો પર તલવારો મારી નુકસાન પહોંચાડ્યું હતું.
શહેરમાં વટવા વિસ્તારમાં શાહરુખ મામા અને અન્ય એક ગેંગના સભ્યો નશાના રવાડે ચડીને સામાન્ય લોકોને હેરાન કરે છે. ગુરુવારે રાતે શાહરુખ મામાની ગેંગના લોકો હથિયારો લઈને આખા વટવા વિસ્તારમાં ફર્યા હતા અને તમામ દુકાનોમાં તલવારો બતાવીને બંધ કરાવી હતી. લોકો સાથે ગેરવર્તણૂક અને દાદાગીરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
આ ગેંગના શખ્સોએ લોકોના પાર્ક કરેલા વાહનો ઉપર તલવારો મારવાની શરૂ કરી હતી. જેના કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. આ લોકોના ડરથી અમુક જ લોકો પોલીસ પાસે જાય છે. હાલ આ પ્રકરણમાં પોલીસે એક કારને નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે બનાવના CCTV પહોંચ્યા હતા. જેના આધારે તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર સાથે વટવા બંધ કરાવવા નીકળ્યા, ઘટના CCTVમા કેદ - Ahmedabad news
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વટવા વિસ્તારમાં શાહરુખ મામાની ગેંગ દ્વારા આતંક મચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સૈયદવાડી અને આસપાસના વિસ્તારમાં ગેંગના લોકોએ તલવારો બતાવી દુકાનો બંધ કરવી હતી. એટલું જ નહીં લોકોના વાહનો પર તલવારો મારી નુકસાન પહોંચાડ્યું હતું.