- લોકડાઉનમાં શ્રમિકો (Labour) પર થયેલા કેસો પરત ખેંચશે રાજ્ય સરકાર
- 512 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે
- 208 કેસોનો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો નિકાલ
ગાંધીનગર : સમગ્ર દેશમાં કોરોનાથી સુરક્ષિત રહેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. 24 માર્ચના રોજ સંપૂર્ણ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રમિકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી અને તેઓ પોતાના માદરે વતનને જઈ રહ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા લોકડાઉન ( Lockdown) ભંગ બદલ અનેક કેસો સમય પર લગાવ્યા હતા ત્યારે ગુરૂવારે 15 મહિના બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોરોના સંદર્ભે લોકડાઉન દરમિયાન શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ કરેલા 515 કેસો પરત ખેંચવામાં આવશે.
મેજીસ્ટ્રેટ મારફતે જરૂરી સૂચના આપવામાં આવશે
રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ 515 જેટલા કેસો પરત ખેંચવા માટે જરૂરી પ્રક્રિયા કરવા સંબંધિત પબ્લિક પ્રોસિક્યુટરને જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે જરૂરી સુચના આપવામાં આવશે અને સત્વરે આ કેસના નિકાલ પણ કરાશે આ માટે સંપૂર્ણ તકેદારી પણ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવશે.
આ પણ વાંચો : UP Conversion Case : તપાસનો રેલો વડોદરા પહોંચ્યો, ATSના અધિકારીઓએ આરોપીના ઘરની તપાસ કરી
24 લાક શ્રમિકોને ટ્રેન મારફતે પરત મોકલ્યા હતા
કોરોનાની પ્રથમ લહેર અને લોકડાઉન દરમિયાન ગુજરાતમાંથી 24 લાખ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. આમ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ખાસ 1000 થી વધુ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ રાજ્યના રાજ્યકક્ષા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જ્યારે આ દરમિયાન જ નિયમોના ભંગ બદલ શ્રમિકો ઉપર કેસ કરવામાં આવ્યા હતા જે હવે રાજ્ય સરકાર પરત ફરશે.
ટ્રેનની વ્યવસ્થા ન થતા શ્રમિકો એક જગ્યાએ થતા હતા ભેગા
અમુક શ્રમિકોને ટ્રેનની વ્યવસ્થા કરીને તેમના વતનમાં મોકલવામાં આવતા હતા. જ્યારે અમુક સમિતિના આગેવાનો બસની વ્યવસ્થા કરીને જમી કોને તેમના વતનમાં મોકલવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા. જ્યારે આ સમય દરમિયાન ને રાજ્યના અનેક શહેરોના અનેક વિસ્તારોમાંથી આવી બસ ઉપડશે તેવી પણ અનેક અફવાઓ ફેલાતી હતી અને આ અફવાને પગલે શ્રમિકો જે તે વિસ્તારમાં ભેગા થતા હતા. જેના કારણે પણ પોલીસે શ્રમિકો ઉપર લોકડાઉન બંધ કર્યાનો ગુન્હો દાખલ કર્યા હતા.
આ પણ વાંચો : રાજ્યની પ્રાથમિક શાળામાં 3300 શિક્ષકોની ભરતી થશે, સરકારે આયોજન શરૂ કર્યું
સરકારે પાટીદાર આંદોલન બાદ હવે શ્રમિકો ના પણ કેસ પરત ખેંચ્યા
ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો અગાઉ પણ જ્યારે વર્ષ 2000 15માં પાટીદાર આંદોલન થયું હતું ત્યારે પણ રાજ્ય સરકારે અને રાજ્યની પોલીસે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા અને અમુક પાટીદાર નેતાઓ તથા સામાન્ય જનતા ઉપર પણ પોલીસ કેસ કર્યા હતા.ત્યાર બાદ રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલા કેશોદ અમુક રાજકીય નેતાઓને બાદ કરતા તમામ કેસો પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફરીથી ગત વર્ષે જે શ્રમિકો ઉપર લોકડાઉનના ભંગ બદલ કેસ દાખલ કરવામાં આવ્યા હતા તે પણ હવે કેસ પરત લેવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.આમ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કેસ પરત ખેંચવાની જાહેરાત કરી છે.