બારડોલી આહવા SBI બેંક કર્મચારીઓની કામગીરી
આહવામાં મફત માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ
1000 માસ્ક અને 300 સેનિટાઈઝર વિતરણ કરાયા
ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના મહામારીને નાથવા માટે કોવિડના નિયમોનું પાલન કરવુ જરૂરી બની ગયુ છે. ફરજિયાત માસ્ક દ્વારા જ કોરોનાને અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ થતુ અટકાવી શકાય છે. ત્યારે બુધવારે આહવા ખાતે SBI બેંકનાં કર્મચારીઓ દ્વારા ગરીબ પ્રજાને મફતમાં માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કર્યું હતુ.
બારડોલી આહવા SBI બેંક કર્મચારીઓ દ્વારા મફત માસ્ક વિતરણ
સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં SIB બેંક દ્વારા કોવિડનાં સંક્રમણને રોકવા માટે ફંડ ભેગુ કર્યું છે.જેમાં વિસ્તાર પ્રમાણે બેંકના કર્મચારીઓ કોવિડને નાથવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.આજરોજ DSH બારડોલી અને આહવા બેંકનાં કર્મચારીઓ મળીને આહવા મુખ્ય માર્ગમાં ગરીબ લોકોને માસ્ક અને સેનિટાઇઝરનું મફત વિતરણ કર્યું છે.
માસ્ક વિતરણ કરી કોવિડ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી
માસ્ક વિતરણ કરી રહેલા કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે કોવિડનાં સંક્રમણને દૂર કરવા માટે માસ્ક અને સેનિટાઈઝર ખૂબ જ જરૂરી છે.ફરજીયાત માસ્ક દ્વારા કોવિડનું સંક્રમણ અટકાવી શકાય છે.જે માટે ગ્રામ લેવલની પ્રવૃતિઓ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજરોજ બારડોલી અને આહવા SBI બ્રાન્ચનાં કર્મચારીઓ દ્વારા 1000 N- 95 માસ્ક અને 300 સેનિટાઇઝરનું વિતરણ કર્યું હતુ.