ભરૂચઃ કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વરછતા સર્વેક્ષણમાં ભરૂચ નગર સેવા સદનનો નિરાશાજનક દેખાવ જોવા મળ્યો છે. સ્વરછતાની બાબતમાં ભરૂચ નગર પાલિકા 118માં ક્રમાંકેથી ગગડી 164 નંબરે પહોચી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે. તો ગુજરાતના ચાર શહેરોનો ટોપ 10માં સમાવેશ થયો છે. જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે જો કે ભરૂચ નગર પાલિકાનો ફરીએકવાર નિરાશાજનક દેખાવ રહ્યો છે.
ભરૂચ નગર સેવા સદનને 164મો ક્રમ મળ્યો છે, તો વર્ષ 2018માં 188મો ક્રમ મળ્યો હતો. આ વર્ષે ભરૂચ નગર સેવા સદનને 6 હજારમાંથી 2736,49 માર્ક્સ મળ્યા છે. ભરૂચ નગર સેવા સદન સ્વરછતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાવા પાંચાલ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું છે.
આ બન્ને કેટેગરીમાં ભરૂચ નગર સેઅવા સદનને 0 માર્ક્સ મળ્યા છે. તો બીજી તરફ અંકલેશ્વર નગર સેવા સદનનો સ્વરછતા સર્વેક્ષણમાં સારો દેખાવ જોવા મળ્યો છે. ગત વર્ષે એટલે કે, વર્ષ 2019માં અંકલેશ્વર નગર સેવા સદનનો 275મો રેન્ક હતો, તો આ વર્ષે એટલે કે, 2020માં 93મો ક્રમાંક આવ્યો છે..