NCCને વૈકલ્પિક વિષય તરીકે ભણી શકાશે
વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટ આપવામાં આવશે
રસ ધરાવતા વિદ્યાર્થીઓને મળશે તક
ગાંધીનગર : કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાંથી જે પણ વિદ્યાર્થીઓને NCCની વૈકલ્પિક વિષય તરીકે ભણવા માંગે છે તેમને UGC દ્વારા પરવાનગી આપવામાં આવી છે. UGC દ્વારા તમામ યુનિવર્સિટીના કુલપતિ અને 15 એપ્રિલના રોજ આપવામાં આવેલી માર્ગદર્શિકાનો એ ભાગ છે જ્યાં ડાયરેક્ટ્રેટ જનરલ નેશનલ એનસીસી કેડેટ કોર્પ્સ દ્વારા કરવામાં આવેલ પ્રસ્તાવનો જવાબમાં NCCને જનરલ ઇલેક્ટિવ ક્રેડિટ કોર્સ માનવામાં આવશે.
કેટલીક યુનિવર્સિટીઓએ વૈકલ્પિક વિષય તરીકે લેવા તૈયારી બતાવી
UGC દ્વારા NCCને વૈકલ્પિક વિષય તરીકે ભણાવવાની પરમિશન આપવામાં આવી છે. જે બાબતે કેટલીક યુનિવર્સિટીઓ તત્પર પણ જણાઇ છે. ગુજરાત રાજ્યની યુનિવર્સિટી ઓ દ્વારા આ વિષયને લઈને સકારાત્મક પ્રતિસાદ પણ જોવા મળ્યો છે. આ માટે ગુજરાતની કેટલીક યુનવર્સિટીએ પણ NCCને વૈકલ્પિક વિષય તરીકે લેવા માટે તૈયારી દર્શાવી ચૂક્યા છે. ગુજરાતની શૈક્ષણિક યુનિવર્સિટીઓ અને આ મુખ્યમથક દ્વારા અમદાવાદ NCCને વહેલા લેવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. અન્ય યુનિવર્સિટીઓ દ્વારા NCCને વિષય તરીકે સમાવવાની કવાયત હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓને પસંદગીના વિષય તરીકે અભ્યાસ કરવાનો મોકો અને ક્રેડિટ પણ મળશે.
NCCનો અભ્યાસક્રમ 2020ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ આધારિત ક્રેડિટ સિસ્ટમ મુજબ બનાવવામાં આવ્યો
B અને C પ્રમાણપત્રો મુજબ એનસીસીનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણનીતિ પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ આધારિત બનાવવામાં આવ્યો છે. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ની સુસંગતતા છે. જ્યાં વિદ્યાર્થીઓ તેમની વિષયની પસંદગી કરી શકે છે. વિદ્યાર્થીઓની સફળ સમાપ્તિ પર વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટ આપવામાં આવશે. જે તેમને તેમની ડિગ્રી માટે લાયક બનાવવા માટે સક્ષમ કરશે. આમ રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ વિષય સફળ પુરવાર થશે.