જૂનાગઢઃ માળીયા હાટીના તાલુકાના તરસીંગડા ગામેથી ગુરૂવારે એક ગાડું મેઘલ નદીમાં તણાઈ ગયું હતું. ગાડા સાથે એક મહિલા પણ તણાઈ જતાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જૂનાગઢ ફાયર બ્રીગેડની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મહિલાનો મૃતદેહ ભાખરવડ ડેમ પાસેથી મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા હાટીના તાલુકાના તરસીંગડા ગામેથી ગુરૂવારે એક ગાડું મેઘલ નદીમાં પાણીના પ્રવાહમાં તણાઇ ગયું હતું. જેમાં એક સ્રી તણાઇને જતાં તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જૂનાગઢ ફાયર બ્રીગેડની ટીમે શોધખોળ શરૂ કરી હતી, ત્યારે આજે મેઘલ નદી પર આવેલા ભાખરવડ ડેમ પાસેથી આ તણાયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતદહેને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.