રંગીલા રાજકોટમાં શુક્રવારે બપોરે 2 વગ્યા બાદ સત્તત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના 150 ફૂટ રિંગ રોડ, મવડી, લક્ષ્મીનગર, રેલનગર સહિતના વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે રસ્તા પર પણ પાણી ભરવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 150 ફૂટ રિંગરોડ , મોવડી ઓવરબ્રિજ પર ટ્રાફીક જામના કારણે 2 કિલોમીટરની લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.
બીજી તરફ તંત્ર દ્વારા પણ વરસાદનું જોર જોઈને કામ સિવાય ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી છે. હાલ શહેરના લક્ષ્મીનગર અને રેલનગરના અન્ડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં વરસાદની અગાહીને પગલે રાજકોટ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.