મહીસાગર: કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહી કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ છે. ત્યારે, જિલ્લામાં કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર આર.બી.બારડે લુણાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેકટરએ આ મુલાકાત દરમિયાન કોરોના સંદર્ભે રાખવાની સાવચેતી માટેના અનેક પગલાં માટે ચર્ચા વિચારણા કરી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય તેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે આરોગ્ય ટીમ દ્વારા કરાયેલી કામગીરીની ચર્ચા કરી સલાહ સૂચન સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. જિલ્લા કલેકટરની આ મુલાકાત સમયે તેમની સાથે પ્રાંત અધિકારી મોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.