ETV Bharat / state

ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી, સારવાર હેઠળ રહેલો કોરોના દર્દી ભાગી જતા તંત્રમાં દોડધામ - Covid hospitals of Gandhinagar

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની વ્યવસ્થિત સારવાર નથી થઈ રહી, હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં કોરોનાની સારવાર લઇ રહેલો દર્દી કંટાળીને ફરાર થઈ ગયો હતો. આ પહેલા પણ આ હોસ્પિટલના બાથરૂમમાંથી એક દર્દીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી, સારવાર હેઠળ રહેલો કોરોના દર્દી ભાગી જતા તંત્રમાં દોડધામ

author img

By

Published : May 14, 2021, 6:14 PM IST

ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી સામે આવી

ચાલુ સારવારે દર્દી છઠ્ઠા માળેથી ભાગી ગયો

આ પહેલા બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો

ગાંધીનગર: સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મોટી સંખ્યામાં સ્ટાફની હાજરી વચ્ચે પણ સિવિલ કોરોના વોર્ડમાંથી ફરાર થઈ ગયો છે. સિવિલ તંત્ર દ્વારા તેને શોધવા માટે દોડધામ થઇ હતી. ગઈકાલે જ દર્દી સિવિલ હોસ્પિટલમાંથી કંટાળીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. સિવિલ તંત્ર સિવિલ હોસ્પિટલના 8 માળના તમામ વોર્ડ, રૂમો, બાથરૂમમાં શોધખોળ હાથ ધરી હતી. છેવટે સિવિલ તંત્ર પોલીસની મદદ લીધી છે અને પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી છે. છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.

સિવિલના અધિકારીઓએ સ્ટાફને દર્દીના વતનમાં તપાસ કરી, પરંતુ કોઈ પત્તો નહીં

ગુરુવારે કોરોના વોર્ડમાંથી દર્દી ફરાર થઈ ગયો હતો જેને લઇને સીવીલનું તંત્ર દોડતું થયું હતું. સિવિલના અધિકારીઓએ સ્ટાફને દર્દીના વતન શોધખોળ માટે મોકલ્યો હતો પરંતુ આ દર્દી તેના ઘરે પણ તપાસ કરતા નહોતો. છેવટે તંત્ર એ સેકટર-7 પોલીસ સ્ટેશનની મદદ લીધી છે. પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી છે પરંતુ બપોર સુધી પોલીસે તપાસ કરતા આ દર્દીની કોઈ ભાડ મળી નહોતી. આ રીતે દર્દી કોરોના વોર્ડમાં ચાલુ સરવારે નીકળી જતા સિવિલની બેદરકારી છતી થઈ છે.

છઠ્ઠા માળે એડમિટ દર્દી બહાર નિકળી ગયો છતાં સિવિલ તંત્રને જાણ નહોતી

ચાર દિવસ પહેલા દર્દી સિવિલ હોસ્પિટલમાં કોરાનાની સારવાર માટે કોવિડ વોર્ડમાં એડમિટ થયો હતો. છઠ્ઠા માળે એડમિટ દર્દી નીચે ઉતરી ફરાર થઈ જતા અધિકારીઓથી લઈને સિવિલના કોઈપણ સ્ટાફને તેની જાણ ના થઇ. તે તેના બેડ પર ના દેખાતા તપાસ હાથ ધરી તો થોડા સમય બાદ ખબર પડી કે દર્દી ફરાર થઈ ગયો છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર તે તેના પરિવાર સહિત તેના વતનથી પણ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.