અરવલ્લીઃ ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. જેમાં અરવલ્લી જિલ્લો 61.10 ટકા પરીણામ મેળવી સમગ્ર રાજ્યમાં 12માં ક્રમે રહ્યો છે.
અરવલ્લી જિલ્લામાં ધોરણ-10ના કુલ 16,125 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 15, 859 પરીક્ષાર્થીઓએ 26 કેન્દ્રો ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા જિલ્લાના 26 કેન્દ્રો પૈકી બાયડના જીતપુર કેન્દ્રનું સૌથી ઉચું 75.70 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં 10 એવી શાળાઓ છે. જેમને 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યુ છે.
આમ, અરવલ્લી જિલ્લો ધોરણ-10માં 61.10 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં 12માં ક્રમે રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડવાર વિગત જોઇએ તો એ-૧માં 17, એ-2માં 303, બી-1-914, બી-2માં 2147, સી-1માં 3604, સી-2માં 2455, ડી ગ્રેડમાં 260, ઇ-1માં 2880, ઇ-2માં 3289 અને શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર ધરાવતા (EQC) 9690 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.