ETV Bharat / state

તાપી જિલ્લાના નિઝરમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની થઈ ઉજવણી

સમગ્ર દેશમાં દર વર્ષે 21 મે “આતંકવાદ વિરોધી દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસક સંપ્રદાયથી દૂર રહી સામાન્ય લોકોની વેદનાને સમજવા અને રાષ્ટ્રીય હિત માટે કામો કરવા પ્રેરીત કરવાનો છે. આ દિવસને ઉજવણીમાં વિવિધ આતંકવાદ વિરોધી કાર્યક્રમો અને ડ્રાઈવોનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.

તાપી જિલ્લાના નિઝરમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની થઈ ઉજવણી
તાપી જિલ્લાના નિઝરમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની થઈ ઉજવણી
author img

By

Published : May 21, 2021, 8:42 PM IST

નિઝરમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી

નિઝર મામલતદાર કચેરીમાં આતંકવાદ વિરોધી શપથ લેવાઈ

સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી લોકોએ શપથ લીધી

સુરત: દર વર્ષે 21 મે ના દિવસે આતંકવાદ વિરોધી દિવસના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં દર વર્ષે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓ, જાહેર સંસ્થાઓમાં આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવા, માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તથા માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો સામે લડવા માટે એકજુથ બનીને શપથ ગ્રહણ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં તાપી જિલ્લામાં મામલતદાર કચેરી નિઝર ખાતે કચેરીમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લઇ “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.