- માલુ ગામ પાસે દીપડાનું બચ્ચું રોડ પર જોવા મળ્યું
- દિપડાનું બચ્ચું માનવ વસ્તીમાં આવી જતા આજુ-બાજુના વિસ્તારમાં ભયનો માહોલ
- ઘોઘંબા તાલુકામાં દીપડા દ્વારા ત્રણ લોકો પર હુમલો
- દીપડો આવ્યાની ખબર સોશિયલ મીડિયામાં ફોટો સાથે વાઇરલ થઈ
પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનાં માલુ ગોરાડા શેરીમાં સવારના અરસામાં એક બાઇક ચાલક રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન દીપડાનું બચ્ચુ રોડ ઉપર આવી ગયું જેને જોઈ બાઇક ચાલક બાઇક મૂકી ત્યાંથી દૂર જતો રહ્યો હતો. દિપડાનું બચ્ચું માનવ વસ્તીમાં આવી જતા આજુ-બાજુના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
હાલમાં ઘોઘંબા તાલુકામાં દીપડા દ્વારા ત્રણ લોકો ઉપર હુમલા કરવામાં આવ્યો હતો. દીપડો આવ્યાની ખબર સોશિયલ મીડિયામાં ફોટા સાથે વાઇરલ થઈ હતી. જેની ખરાઈ કરાતા દીપડાનું આ બચ્ચું ઘોઘંબા તાલુકાના માલુના જંગલ વિસ્તારમાં આવેલા ગોરડા શેરી નામના વિસ્તારનું હોવાનું જાણવા મળ્યું છે.
રાજગઢ વનવિભાગ દ્વારા આ બાબતની નોંધ લઈ દીપડાને પકડવા પાંજરું મુકાય તેવી લોકમાગ ઉઠી છે.