સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે આગના બનાવો
કોવિડ હોસ્પિટલોની આગથી મરી રહ્યા છે દર્દીઓ
વારસિયાની કોવિડ હોસ્પિટલમાં ફાયર મોક ડ્રિલ યોજાઈ
વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કહેર વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં ભરૂચની વેલફેર હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો અને 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્રકારની ઘટના વડોદરા શહેરમાં ન યોજાય તે માટે વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફટી અંગેની મોક ડ્રિલ ઇમર્જન્સી સ્થિતિ ઉભી થાય ત્યારે શું ધ્યાનમાં રાખવું તેમજ ફાયર સેફટીના સાધનો કેવી રીતે ઓપરેટ કરવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વારસિયા વિસ્તારની કોવિડ હોસ્પિટલમાં એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે અને હોસ્પિટલો પણ સરકારી હોય કે ખાનગી હાઉસફુલ થઈ ગઈ છે તેમાં કોવિડ હોસ્પિટલની અંદર આગના બનાવો પણ બની રહ્યા છે તાજેતરમાં જ ભરૂચની વેલફેર હોસ્પિટલ માં લાગેલી આગની ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા આજે વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ 8 હોસ્પિટલમાં એક મોક ડ્રાઇલન નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અને કર્મચારીઓને હોસ્પિટલમાં આગ લાગે તેવી તેવા સમયે શું સાવધાની રાખવી તે અંગે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે જેમાં વારસિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં વારસિયા પોલીસ સ્ટેશનના PI કિરીટ લાઠીયા અને ફાયર બ્રિગેડના અધિકારી અમિત ચૌધરી અને તેમની ટીમ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી જેમાં મોટાભાગની હોસ્પિટલોમાં ટ્રેનીંગ સ્ટાફનો અભાવ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને આગ પર કાબુ મેળવવા છે હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ સંકટ સમયે સાવધાની પૂર્વક ખસેડવા તે અંગેની માહિતી તૈયાર કરવામાં આવ્યા હતા.
વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની 8 પોલીસ સ્ટેશનમાં પીઆઇ કિરીટ લાઠીયા અને ફાયરબ્રિગેડ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
(1) બેન્કર હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ વારસીયા રિંગ રોડ
(2) પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પીટલ ન્યુ વી આઈ પી રોડ
(3) શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ ન્યુ વી આઈ પી રોડ
(4) શ્રીજી હોસ્પિટલ નરસિંહ ધામ કોમ્પ્લેક્સ સંગમ બસ સ્ટેન્ડ પાછળ
(5) તેજસ હોસ્પિટલ ચતુર ભાઇ પાર્ક એપાર્ટમેન્ટ વારસીયા રિંગ રોડ
(6) મધુરમ હોસ્પિટલ મોતી નગર ત્રણ રસ્તા વારસીયા રિંગ રોડ
(7) શ્રી હોસ્પિટલ એન્ડ આઈ સી યુ સેન્ટરૂઝવેલટ સ્કૂલ ની સામે પ્રુમુખસ્વામી નગર પાસે વારસીયા રિંગ રોડ
(8) પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વારસીયા રિંગ