ETV Bharat / state

વિસાવદરના ઈશ્વરયા ગામના ખેડૂત પાસે રૂ. 35 લાખની છેતરપિંડી કરનારા 3 આરોપીઓ ઝડપાયા - જૂનાગઢમાં ગુનાખોરી

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઇશ્વરીયા ગામના એક વ્યક્તિને 35 લાખ રૂપિયાના ટાયર અને સુકામેવા ખરીદી આપવાના બદલામાં 35 લાખ કરતા વધુની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી જેના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદરના ઈશ્વરયા ગામના ખેડૂત પાસે રૂ. 35 લાખની છેતરપિંડી કરનારા 3 આરોપીઓ ઝડપાયા

author img

By

Published : May 6, 2021, 10:53 PM IST

  • વિસાવદરના ઈશ્વરયા ગામના ખેડૂત પાસેથી છેતરપિંડી કરનારા 3 ઝડપાયા
  • ખેડૂતને 35 લાખના ટાયર અને સૂકો મેવો આપવાની વાત કરીને કરાઈ હતી છેતરપિંડી
  • વિસાવદર પોલીસે તમામ ત્રણેય આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી પાડયા
  • વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામના વ્યક્તિ અને ૩૫ લાખનો ચૂનો લગાડનારા ત્રણ આરોપી ઝડપાયા

જૂનાગઢ: વિસાવદર તાલુકાના ગામમાં રહેતાં એક વ્યક્તિને ઓછા ભાવે ટાયર અને ડ્રાયફ્રૂટ આપવાના બહાને રૂ. 35 લાખ કરતા વધુની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. ફરિયાદને ધ્યાને લઇને વિસાવદર પોલીસે રજનીશ અને ધનજી વિરડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી.જેમાં ફરિયાદ થવાને 24 કલાકના સમયગાળામાં જ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે આરોપીને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

આરોપીએ ફરિયાદી વજુભાઈ સુખડિયાને 35 લાખના ટાયર અને સૂકો મેવો આપવાની કરી હતી વાત

જેની સાથે છેતરપિંડી થઈ છે તેવા વજુભાઈ સુખડિયાને આરોપીઓએ 35 લાખ રૂપિયાના સૂકો મેવો અને ટાયર આપવાની વાત કરી હતી ત્યારે ફરિયાદી વજુભાઈએ 35 લાખ રૂપિયાની માતબર રકમ આરોપીને હવાલે કરી દીધી હતી પરંતુ કાયર અને સૂકો મેવો નહીં મળતાં અજુબા એ તેમના રૂપિયા પરત આપવાની માગ કરી હતી જેને લઇને આરોપીઓએ પ્રથમ બોગસ ચેક આપીને વજુભાઈને છેતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચેક બેંકમાંથી પરત આવતા વજુભાઈએ ફરી એક વખત રોકડ રૂપિયાની માગ કરતા ત્રણેય આરોપીઓએ હજુ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો જેમાં વિસાવદર અને જુનાગઢ પોલીસને સફળતા મળી છે અને ત્રણેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ પકડમાં રહેલા ત્રણેય આરોપી આ પ્રકારના છેતરપિંડીના ગુનામાં સામેલ છે કે નહીં તેને લઈને પણ જુનાગઢ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.