ETV Bharat / state

વાપીની 21st સેન્ચુરી, સેલ્બી હોસ્પિટલોએ રેમડેસિવિર ઇન્જેક્શનમાં વધુ કિંમત પડાવતા નોટિસ - Remdesivir injection in valsad

વલસાડ જિલ્લાના વાપી ખાતેની 21st સેન્‍ચુરી હોસ્‍પિટલ અને શેલ્‍બી હોસ્‍પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્‍પિટલને રેડમીસીવીરના ઇન્‍જેકશનની વધુ કિંમત લેવા બદલ નોટિસ પાઠવી હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી તે અંગે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવ્‍યો છે. વાપીની 21st સેન્ચુરી હોસ્પિટલ કોવિડ કાળમાં ફરી વિવાદમાં આવી છે.

વાપીની 21st સેન્ચુરી, સેલ્બી હોસ્પિટલોએ રેમડેસિવિર ઇન્જેક્શન માં વધુ કિંમત પડાવતા નોટિસ

author img

By

Published : May 13, 2021, 6:36 PM IST

  • વાપીની શેલ્બી હોસ્પિટલ તથા 21st સેંચુરી હોસ્પિટલ અને વલસાડની મૃણાલ હોસ્પિટલને નોટિસ
  • રેમડેસીવીર ઇન્જેક્શનની કિંમત કરતા વધુ કિંમત વસૂલી
  • આરોગ્ય વિભાગે 3 હોસ્પિટલને નોટિસ પાઠવી

વાપી :- વલસાડ જિલ્લાની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સિવિલે ફાળવેલા ઇન્જેક્શનો દર્દીને અપાયા કે નહીં તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં વાપીની 2 અને વલસાડની એક ખાનગી હોસ્પિટલે 817 રૂપિયાના રેમડેસીવીર ઇન્જેક્શનના વધુ રૂપિયા વસૂલ્યા છે. જે બદલ નોટિસ પાઠવી હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી તે અંગે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવ્‍યો છે.

કોરોના વાઇરસની મહામારીમાં ખાનગી હોસ્‍પિટલો દ્વારા દર્દીઓ પાસેથી રેમડેસીવીર ઇન્જેક્શનની નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ કિંમત વસુલ કરતા હોવાનું ધ્‍યાનમાં આવતાં GMERS મેડીકલ કોલેજ વલસાડના મેડીકલ ઓફિસર ડો.શીતલ ખરેડીયા, ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ફુડ સેફટી ઓફિસર કે.જે. પટેલ અને વી.ડી.પટેલ તેમજ પોલીટેકનીક કોલેજના લેકચરર એચ.વી.રાણા અને પોલીસની ટીમે વાપી ખાતેની 21st સેન્‍ચુરી હોસ્‍પિટલ અને શેલ્‍બી હોસ્‍પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી.

વાપીની 21st સેન્ચુરી, સેલ્બી હોસ્પિટલોએ રેમડેસિવિર ઇન્જેક્શન માં વધુ કિંમત પડાવતા નોટિસ
વાપીની 21st સેન્ચુરી, સેલ્બી હોસ્પિટલોએ રેમડેસિવિર ઇન્જેક્શન માં વધુ કિંમત પડાવતા નોટિસ

દર્દીઓના સગા પાસેથી વધુ રૂપિયા વસુલ્યા

આ મુલાકાત દરમિયાન આ હોસ્‍પિટલ ખાતે કોવિડ-19ના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવેલા રેમડેસીવીર ઇન્જેક્શનની કિંમત અને ઇન્જેક્શન ખરેખર આપવામાં આવ્‍યા છે કે કેમ? તે બાબતની દર્દીઓના સગાઓને બોલાવી ખરાઇ કરતાં ઇન્જેક્શનની નિયત કરતાં વધુ કિંમત વસુલ કરવામાં આવેલી હોવાનું જણાયું હતું.

મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી મનોજ પટેલે બે દિવસમાં ખુલાસો માંગ્યો

આ બાબતને ગંભીરતાથી લઇ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી મનોજ પટેલે આ ત્રણેય હોસ્‍પિટલો પાસેથી તેમની હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી તેનો બે દિવસમાં ખુલાસો માંગવાની સાથે આ બાબતે વિલંબ કરવામાં આવશે તો ડીઝાસ્‍ટર એકટ 1897 મુજબ કાર્યવાહી કરવા પણ જણાવ્‍યું છે.

10 ઇન્જેક્શનો 5 દર્દીને અપાયા હતા

ફુડ એન્ડ ડ્રગ્સ, GMERS મેડિકલ વિભાગ અને પોલીસની ટીમની તપાસમાં વાપીની 2 અને વલસાડની 1 હોસ્પિટલમાં કુલ 5 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.જેમને રેમેડેસિવિરના કુલ 10 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

આ દર્દીઓ પાસેથી વસુલ્યા વધુ રૂપિયા

સિવિલમાંથી અપાયેલ રેમડેસીવીર ઇન્જેક્શન જે દર્દીઓને આપવામાં આવ્યા હતાં. એમાં આ દર્દીઓ પાસે વસુલ કરાયેલી કિમત શેલ્બી હોસ્પિટલમાં પાર્વતી ઇશ્વર પટેલ પાસેથી 1 ઇન્જેક્શનના 817 રૂપિયાને બદલે 899 રૂપિયા વસુલ્યા હતા. 21st સેન્ચુરી હોસ્પિટલમાં મૃણાલ જયેશ કનુ હળપતિ પાસેથી 1 ઇન્જેક્શનના 817 રૂપિયાને બદલે 899 રૂપિયા વસુલ્યા હતા, સંજીવ શ્રીવાસ્તવ પાસેથી 2 ઇન્જેક્શનના 1634 રૂપિયાને બદલે 2600 રૂપિયા વસુલ્યા હતાં. જીતેન્દ્ર રેતીવાલા પાસેથી 3 ઇન્જેક્શન 2451 રૂપિયાને બદલે 3900 રૂપિયા વસુલ્યા હતા. કૌસર એસ. નગારીયા નામના દર્દી પાસેથી 3 ઇન્જેક્શનના 2451ની સામે 4200 રૂપિયા પડાવ્યા હતા. જેમાં 21st સેન્ચ્યુરી હોસ્પિટલ તો દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરવાના મામલે આ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. જે બાદ હવે ઇન્જેક્શન મામલે દર્દીઓને લૂંટવાના કેસમાં પણ ફરીવાર બદનામ થઈ છે.

ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો નોંધવા માગ

મજબૂરીનો લાભ લઇને રેમડેસિવિરના નિર્ધારીત કરતા વધુ ભાવ વસુલતી ત્રણેય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા લોક માગ ઉઠી છે. પોલીસ અને તંત્ર સામાન્ય વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરી શકતી હોય તો હોસ્પિટલ સામે કાર્યવાહી થવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.