મોરબીઃ નગરપાલિકાના બે સફાઈ કર્મચારીઓના તેમજ કમ્પ્યુટર ઓપરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી નગરપાલિકા દ્વારા તમામ સફાઈ કર્મચારી અને પાલિકાના સ્ટાફના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. મોરબી નગરપાલિકામાં કોરોના કહેર પ્રસરી ગયો હોવાથી પાલિકાના બે કર્મચારીઓ તથા કમ્પ્યુટર ઓપરેટર કોરોના સંક્રમિત થયા છે, ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરિશ સરૈયાના માર્ગદર્શન હેઠળ દરેક કર્મચારીના ટેસ્ટ કરવાનું નક્કી કરાયું છે.
નગરપાલિકાના કુલ 500 જેટલા કર્મચારીઓ કામ કરતા હોવાથી જેથી આગામી 3થી 4 દિવસ સુધી ટેસ્ટિંગ કામગીરી ચાલશે સાથે જ નગરપાલિકા કચેરીના બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે, તો હજુ પણ ટેસ્ટિંગની કામગીરી શરુ છે. તેમ પાલિકા ચીફ ઓફિસર ગીરિશ સરૈયાએ જણાવ્યું હતું.