ETV Bharat / state

Pearl farming in Tapi: તાપી જિલ્લાનાં આદિવાસી ખેડૂતે અનોખી રીતે કરી મોતીની ખેતી

મોતીની ખેતી મોટાભાગે તળાવમાં થતી હોય છે અને દક્ષિણ ગુજરાતમાં ભાગ્યેજ કોઈ મોતીની ખેતી (farmer of Tapi cultivating pearls) કરતું હશે, પંરતુ હવે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી (Pearl farming in Tapi) ગામે એક આદિવાસી પરિવાર દ્વારા પ્રથમવાર મોતીની ખેતીની શરૂઆત કરવામાં આવી છે.

Pearl farming in Tapi: તાપી જિલ્લાનાં આદિવાસી ખેડૂતે અનોખી રીતે કરી મોતીની ખેતી
Pearl farming in Tapi: તાપી જિલ્લાનાં આદિવાસી ખેડૂતે અનોખી રીતે કરી મોતીની ખેતી
author img

By

Published : Feb 14, 2022, 10:07 AM IST

તાપી : મોતી એક કુદરતી રત્ન છે, જે છીપ માં થાય છે. છીપની અંદરની બાજુ બહારના કણોના પ્રવેશથી મોતી બને છે. મોતી તૈયાર થવામાં લગભગ 14 મહિના લાગે છે. મોતીની ગુણવત્તા પ્રમાણે તેની કિંમત નક્કી (farmer of Tapi cultivating pearls) કરવામાં આવે છે. સામાન્ય મોતીની કિંમત 300થી 1500 રૂપિયા સુધીની હોય છે. તે જ સમયે ડિઝાઇનર મોતી માટે આંતરરાષ્ટ્રીય બજારમાં 10 હજાર રૂપિયા સુધીની કિંમત મળી શકે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂત પણ હવે મોતીની ખેતી તરફ વળ્યા છે. જેમાં તાપી જિલ્લાના વેડછી ગામના એક આદિવાસી ખેડૂત હેમંત ચૌધરીએ પ્રથમવાર મોતીની ખેતીની શરૂઆત (Beginning of pearl farming) કરી છે, અને તે પણ કોઈ તળાવ માં નહિ પંરતુ પાણીની ટાંકી મા.

આ પણ વાંચો: મહેસાણાના ખેડૂતને શ્રેષ્ઠ ખેતી કરવા બદલ 'આત્મ ગુજરાત એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા

ઓછા ખર્ચે સારી કમાણી કરવા મોતીની ખેતી જરૂર કરાય

મોતીની ખેતી અંગે હેમંત ચૌધરી જણાવે છે કે, "મને મત્સ્યપાલનની સાથે મોતીની ખેતી (Pearl farming) પણ કરવી હતી, તેથી મેં નવસારી મોતી અંગે ટ્રેનિંગ આપનાર કંપની પાસે ટ્રેનિંગ લીધી અને ઘરના આંગણે 3 ટાંકી મૂકી, જેમાં મેં માછલી અને મોતી બંનેની ખેતી શરૂ કરી છે. ટાંકીમાં ખેતીનો પ્રયોગ હજુ સુધી કોઈએ કર્યો નથી. આ પ્રથમવાર જ છે. આ બધામાં મને દોઢ લાખ જેટલો ખર્ચો થયો છે અને તેની સામે 50 ટકા સરકારની સબસીડી પણ મળી છે. મોતીની ખેતી હજુ અહીંના ખેડૂતો ઓછી કરે છે, પંરતુ ઓછા ખર્ચે સારી કમાણી કરવી હોય તો આ ખેતી જરૂર કરાય, અત્યારે મેં 2000 જેટલા છીપ નાખીને ખેતીની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: Bottle Gourd Crop in Banaskantha : દિયોદરના ખેડૂતે કરી દૂધીની અનોખી ખેતી

વિશ્વભરમાં મોતીનો બિઝનેસ 20 હજાર કરોડથી પણ વધુ

એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં મોતીનો બિઝનેસ 20 હજાર કરોડથી પણ વધુ છે. ભારત દર વર્ષે 50 કરોડથી પણ વધારે મોતી ઇમ્પોર્ટ કરે છે, જેની સામે ભારતમાંથી વર્ષે 100 કરોડથી વધુ મોતીઓ એક્સપોર્ટ પણ થાય છે. મોટાભાગે મોતી ચીન અને જાપાનથી આવતા હોય છે, પંરતુ હવે ગુજરાતમાં પણ ખેડૂતો મોતીની ખેતી (Pearl farming in Gujarat) કરતા થયા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ હવે તે તરફ આગળ વધ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.