- વિધવા મહિલાની સાસુએ આપી સોપારી
- સોનગઢ તાલુકાનાં દુમદા ગામની ઘટના
- કુહાડીના ઘા ઝીંકી કરી હતી હત્યા
તાપી: જિલ્લામાં જાણે કોન્ટ્રાકટ કિલિંગ શરુ થઇ ગયું હોય તેમ એક વિધવા મહિલાના પ્રેમીને વિધવા મહિલાની સાસુએ હત્યારાઓને સોપારી આપી કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાવી અને પુરાવાનો નાશ કરવા યુવાનના મૃતદેહને નહેરમાં નાખી દીધો. જોકે, સમગ્ર ઘટના વ્યારાના ખાનપુર ગામે આવેલી નહેરના પાણીમાંથી યુવાનનો મૃતદેહ મળતા પોલીસ તપાસમાં બહાર આવી છે.
નહેરના પાણી માંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
ગત 11 એપ્રિલ 2021ના દિવસે વ્યારાના ખાનપુર ગામે ઝાંખરી નદી ઉપરથી પસાર થતી અન્ડર ગ્રાઉન્ડ નહેરના બ્રીજ પાસેથી નહેરના પાણી માંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની તપાસ કરતા મારનાર યુવકના કપડાના ખિસ્સામાંથી એક આધાર કાર્ડ મળ્યું હતુ. જેના આધારે મારનારા યુવક સોનગઢના દુમદા ગામના રાજેશ જયંતીભાઈ ગામીત હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું અને આ ઘટનાની વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો નોધી મૃતદેહને PM કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ
મરનારા રાજેશ જયંતીભાઈ ગામીતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા મરનાર રાજેશને માથાના તેમજ ગળાના ભાગે જીવલેણ ઘા માર્યા હોવાનું બહાર આવ્યુ હતું. મરનાર યુવક રાજેશ ગામીતની હત્યા થઇ હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસે શરુ કરેલી તપાસમાં રાજેશના કુટુંબીજનોનો સંપર્ક કરી તેમની પૂછપરછ આદરી હતી.
આ પણ વાંચો: માળિયાના વર્ષામેડી ગામે આધેડને છરીના ઘા ઝીકી હત્યા કરનાર શખ્સ ઝડપાયો
પોલીસ તપાસમાં આશ્ચર્યમાં મુકાઈ એવી વિગત સામે આવી
પોલીસ તપાસમાં એવી વિગત સામે આવી કે આયોજન પ્રમાણે 9મી એપ્રિલના રોજ રાતે સાડા આઠ વાગ્યે મૃતક રાજેશને ગુરજી ઉર્ફે ગુલીયાએ મોબાઈલ પર ફોન કરી ઝાડપાટી ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેર પાસે બોલાવ્યો હતો. જ્યાં જયેશ ગામીત પાઉલ અને જયદીપને મોટર સાયકલ પર બેસાડી લાવ્યો હતો અને સાથે લાવેલી કુહાડીથી રાજેશના માથાના ભાગે બે જીવલેણ ઘા માર્યા અને ગળાના ભાગે બે જીવલેણ ઘા મારી રાજેશને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ઉકાઈ ડાબા કાંઠા નહેરના પાણીમાં નાખી દીધો હતો જ્યારે મૃતક રાજેશની એક્વીવા વાઘનેરા ગામની સીમમાં ખેતરમાં મૂકી આવ્યા હતા. દુમદાના ના રાજેશની હત્યાનો ભેદ ઉકેલાતા તમામ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચુકુયા છે જયારે પાઉલ હજુ પોલીસ પકડથી દુર છે.