સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્યાસ બુઝાવતા અને પ્રદેશની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી ૨૧૧ મીટર ઉપર પહોચી છે. જેને લઇને આ ડેમમાંથી ૨ લાખ કયુસેકથી વધારે પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે, તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ૬ લાખ કયુસેકથી વધુ પાણીની આવક થતા ઉકાઈ ડેમની સપાટી ૩૩3 ફૂટ નજીક પહોચી છે.
ઉકાઈ ડેમના સત્તાવાળાઓએ ડેમના ૧૧ દરવાજા ખોલ્યા છે. જેમાં ૧૦ દરવાજા ૩ ફૂટ જેટલા અને ૧ દરવાજો ૨ ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. હાઈડ્રો ૨૩૧૮૦ માં કયુસેક અને ડેમમાંથી ૫૩૬૯૪ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમ ખાતે પાણી છોડવામાં આવતા નયન રમ્ય દર્શ્યો સર્જાયાં છે. જ્યારે તાપી નદીમાં ઉકાઈ ડેમનું પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળ સ્તર વધવા પામ્યું હતું.