- નિષિશ શાહની શરેઆમ હત્યા કરવા દેવા મરાઠીને પોલીસે ઝડપી પાડ્યો
- હત્યા બાદ ફરાર થયેલા દેવા મરાઠીને પોલીસે મુંબઈના અંધેરી સેન્ટ્રલમાંથી ઝડપ્યો
- મુખ્ય સૂત્રધાર નવીન ખટિક અને વધુ એક હત્યારો મુન્નો મલિયા ઓરિસ્સાવાલા પોલીસ પકડથી બહાર
તાપીઃ વ્યારામાં 14મી મેના રોજ રાત્રીના 8.30ક્લાકના અરસામાં નિશિષ શાહ નામના બિલ્ડરની ચાર અજાણ્યા ઈસમો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેમાં તાપી પોલીસ દ્વારા ચાર શખ્સની અટક કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ દાદરામાં થયેલ ટ્રાન્સપોર્ટરની હત્યાનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી નાંખ્યો, હત્યારો પોલીસ સકંજામાં
બિલ્ડર નિશિષ શાહની હત્યા 4 આરોપીએ તલવારના ઘા મારી કરી હતી
સોપારી આપનાર નવીન ખટિક સહિત અન્ય બે હત્યારાઓ ફરાર હતા. જે પૈકી હત્યાને અંજામ આપનાર સુરતના અમરોલી ખાતે રહેતા દેવા મરાઠીને પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનિય છે કે, બિલ્ડર નિશિષ શાહની હત્યા 4 આરોપીએ તલવારના ઘા મારી કરી હતી.
તાપી પોલીસે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી
- પ્રતિક ખીમજીભાઇ ચુડાસમા રહે, અમરોલી-સુરત
- નવીન ઉર્ફે રવી ચુડામણ રહે, અમરોલી-સુરત
- ટીકો રબારી ઉર્ફે સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) રહે, બાબુ નગર, રામ કબીર મિલ-મઢી
- પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી રહે, બેઠેલ કોલોની, અંધારવાડી રોડ-વ્યારા
- દેવા મરાઠી રહે, અમરોલી-સુરત
આ પણ વાંચોઃ 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં
નવીન ખટીક અને મુન્ના માલિયા ઓરિસ્સાવાલા હજુ ફરાર
બિલ્ડર નિશિષ શાહની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સોપારી આપનાર નવીન ખટીક અને હત્યાને અંજામ આપનાર અન્ય એક આરોપી મુન્ના માલિયા ઓરિસ્સાવાલા હજુ ફરાર છે.