તાપી: જિલ્લામાં દેશના ગૃહપ્રધાન અને કેન્દ્રિય સહકાર પ્રધાન અમિત શાહ (Minister of Cooperation Amit Shah) 'સહકારથી સમૃદ્ધિ'ના કાર્યક્રમ (Prosperity Through Cooperation Program)માં પધાર્યા હતા. તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સુમુલ ડેરી દ્વારા આયોજીત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ (Sumul Dairy Program)માં તેઓ 11 કલાકે પહોંચ્યાં હતા. સાથે આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને દક્ષિણ ગુજરાતના સહકારિતા ક્ષેત્રના આગેવાનો તેમજ અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
એક લાખથી વધુ પશુપાલકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં - સહકારી મંત્રલાય (Ministry of Cooperation)ની રચના બાદ દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપૂરા ગામે યોજાયો હતો. સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મોદી સરકાર દ્વારા સહકાર મંત્રલાયની રચના કરવામાં આવી છે. કાર્યક્રમમાં લગભગ એક લાખથી વધારે પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત (police bandobast tapi) ગોઠવવામાં આવ્યો હતો.
અમિત શાહ દ્વારા પશુપાલકોનું સન્માન - સહકારિતાના આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરીને સુમુલ ડેરીનો ઇતિહાસ (History of Sumul Dairy) દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરાયું હતું. સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી મહિલાઓનું સ્વાગત-સન્માન સહકારિતા પ્રધાને કર્યું હતું. સાથે પશુપાલન ક્ષેત્રે સારી કામગીરી કરનારા પશુપાલકોનું પણ સન્માન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતાં કહ્યું હતું કે, તેમણે સહકારી ક્ષેત્રનો પાયો અહીં નાંખ્યો હતો. તેમણે જમાવ્યું હતું કે, બીજેપી સરકાર દ્વારા સહકરિતાને વધુ મજબૂત કરવા માટે સહકરિતા મંત્રલાયની રચના કરી અને તેના પ્રધાન અમિત શાહને બનાવ્યા છે અને તેમણે સહકારી વિભાગને વધુ વેગવંતુ બનાવ્યુ છે.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?
4 પ્રકલ્પોનું ઇ-લોન્ચિંગ - સહકારિતા પ્રધાન અમિત શાહે સહકારિતા માળખા વિશે વાતો કરી પશુપાલકોના ઉત્સાહને વખાણ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સહકારિતા વિભાગને વધુ મજબૂત બનાવવા માટે સહકારિતા વિભાગની રચના કરવામાં આવી છે. તેમણે સુમુલ ડેરી દ્વારા પ્રસ્થાપિત બટર કોલ્ડ સ્ટોરેજ વેર હાઉસ, ચક્કી આટા પ્લાન્ટ જેવા વિવિધ 4 જેટલા પ્રકલ્પોનું ઇ-લોન્ચિંગ કર્યું હતું. સાથે તેમણે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી તે કરવા માટે ખેડૂતો પશુપાલકોને હાકલ કરી હતી.