ETV Bharat / state

Vyara Government Hospital : વ્યારા સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે પ્રવર્તતી અસમંજસ, આદિજાતિ પ્રધાને ખુલાસામાં શું કહ્યું સાંભળો - કુંવરજી હળપતિ

તાપી જિલ્લા કલેકટર કચેરી ખાતે આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની હાજરીમાં સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે કેટલાક આદિવાસીઓમાં ચાલી રહેલ વિરોધના અનુસંધાને ખુલાસા કરવામાં આવ્યાં હતાં.

Vyara Government Hospital :  વ્યારા સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે પ્રવર્તતી અસમંજસ, આદિજાતિ પ્રધાને ખુલાસામાં શું કહ્યું સાંભળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 6:56 PM IST

ગુમરાહ ન થવા અપીલ

તાપી : તાપી જિલ્લામાં હાલ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે વિરોધનો સૂર તાપી જિલ્લામાં કેટલાક આદિવાસીઓમાં ઉઠ્યો છે, જે મુદ્દે ગત દિવસોમાં રેલી, સભાઓ પણ થઈ હતી. આ બાબતે વ્યારા સરકીટ હાઉસ ખાતે વિરોધ કરી રહેલા આદિવાસીઓ અને પ્રધાન કુંવરજીભાઇ હળપતિની વચ્ચે ગત દિવસોમાં એક મિટિંગ યોજાઈ હતી જેમાં રકઝક થઈ હતી. જે અંગે ખુલાસા કરવા માટે આજે આદિજાતિ વિભાગના પ્રધાન કુંવરજી હળપતિ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ તેમજ અધિકારીઓની હાજરીમાં ચર્ચા કરી હતી.

ભરમાવવાની વાતો : જેમાં તાપી જિલ્લામાં આવનાર હોસ્પિટલમાં શું લાભો આ વિસ્તારને થશે તે અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કેટલાક લોકો આ વિસ્તારના આદિવાસી ભોળી પ્રજાને ખોટી માહિતી આપીને ભરમાવવાની વાતો કરી રહ્યા છે. એ બાબતે ગુમરાહ ન થવા માટે પ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાની વ્યારા ખાતેની જનરલ હોસ્પિટલ કે જે હોસ્પિટલ હાલમાં 236 પથારીની જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે. આ હોસ્પિટલ ખાતે હાલમાં મર્યાદીત તબીબી સેવાઓ ઉપલબ્ધ છે.

જે વ્યારા ખાતે હોસ્પિટલ આવવાની છે એમાં દરેક પ્રકારની સુવિધા દરેક પ્રકારના ડોક્ટરો હશે અને તેને કારણે આદિવાસીઓને જે સુરત, વલસાડ, અમદાવાદ જેવા વિસ્તારોમાં સારવાર લેવા માટે જવું પડતું હતું એ સારવાર હવે ઘર બેઠે એટલે કે તાપી જિલ્લામાં ઉપલબ્ધ થશે. અને આવી સગવડો આપવાની સાથે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેતો નથી...કુંવરજી હળપતિ (આદિજાતિ પ્રધાન )

હોસ્પિટલનું એમઓયુ : વધુમાં આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે જે લોકો ગુમરાહ છે તેમને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આદિવાસીઓને મફતમાં જ સેવા આપવાની છે અને તેને કારણે આપણા જીવો જતા હતા તે હવે જશે નહીં. હોસ્પિટલનું એમઓયુ આવતા મહિનાની અંદર થવાનું છે. એમઓયુની અંદર બધી જ સગવડો મફત આપવાની છે. એ એમઓયુમાં છે જ. સ્થાનિકોને રોજગારી મળે તેવી પણ જોગવાઈઓ હશે અને સાથે સાથે જો ડોક્ટર ઉપલબ્ધ થતાં હોય આદિવાસીના બાળકો તો તેમને પણ મેરિટ આધારિત અહી નોકરી મળશે.

  1. Tribal Community Padyatra : સરકારી હોસ્પિટલના ખાનગીકરણ સહિતના વિવિધ પ્રશ્નોના વિરોધમાં આદિવાસી સમુદાયની પદયાત્રા
  2. Vyara Nagarpalika : વ્યારા નગરપાલિકા ફરી વિવાદમાં આવી, સત્તાધીશોની અણઆવડતના કારણે અંધારપટ સર્જાશે ?
  3. Kunvarji Halapati Explanation : ટેબલ ઠોકી જતાં રહેવા વિશે આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિનો ખુલાસો સામે આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.