- જિલ્લામાં કુલ 3014 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
- જિલ્લામાં કુલ 2266 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ
- કોરોના સારવાર દરમિયાન બે દર્દીના મોત નીપજ્યા હતા
તાપી: આરોગ્ય વિભાગની મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 3,014 કોરોનાના કેસ નોંધાયા છે. જે પૈકી 2,266 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ છે. હાલ 735 જેટલા કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે અને જિલ્લામાં કોરોના સારવાર દરમિયાન થયેલા મોતનો આંખ 109 પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના લક્ષણ ધરાવતા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.
આ પણ વાંચો: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના 265 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાના નવા 760 સેમ્પલ લેવાયા, જે પૈકી નવા 33 કોરોના પોઝિટિવ
જિલ્લામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોનાએ વ્યારા તાલુકામાં સૌથી વધારે તહેલકો મચાવ્યો છે. ગઈકાલે બુધવારે જિલ્લાભરમાંથી RT-PCR અને એન્ટીજન ટેસ્ટ માટેના કુલ 760 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં કોરોના સારવાર દરમિયાન બે દર્દીના મોત નીપજ્યા હતા. નોંધાયેલા 33 પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો વ્યારા ખાતે 12, સોનગઢ 7, ડોલવણ 8 અને વાલોડ ખાતે 6 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં 10 નવા કેસની સામે 10 દર્દી સાજા થયા