વૃક્ષો કપાવવાના કારણે જંગલોનો નાશ થવા લાગ્યો છે. જેના કારણે વન્યસુષ્ટિ સાથે માનવજીવનને પણ અસર થઈ રહી છે. આ ગંભીર પરિણામોને કારણે માનવસમાજ જાગૃત થયો છે. વૃક્ષો બચાવવા અભિયાનનો શરુ થયા છે. વૃક્ષારોપણની અનેક સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જેના ભાગરૂપે વ્યારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર સંપર્ક પ્રમુખ કમલેશ ટેમકરના માર્ગદર્શનમાં, સયાજી મેદાનમાં નગરપાલિકા તથા વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન.પા. પ્રમુખ મહેરનોઝ જોખી, સંઘ પ્રચારક સુરેશ બારડ, ગૌરક્ષા પ્રમુખ રવિ શિંદે , સંઘ પરિવાર, ભગીની સંસ્થાઓના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતું. પર્યાવરણ બચાવવા પ્રતિજ્ઞા લીધી હતી. નગર પાલિકાના સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ હતી.