- તાપીમાં બહુચર્ચિત બિલ્ડર નિશીષ શાહની હત્યાનો કેસ ઉકેલાયો
- મુખ્ય આરોપી અને નિશીષ શાહનો સાળો વિજય પટેલ પોલીસની ઝપેટમાં
- 14 મે 2021ના દિવસે નિશીષ શાહની થઈ હતી હત્યા
તાપીઃ જિલ્લાના વડામથક વ્યારામાં 14 મે 2021ના દિવસે નિશીષ શાહ નામના બિલ્ડર બાઈક પર જઈ રહ્યા હતા. તે દિવસે વ્યારાના શનિદેવ મંદિર ચાર રસ્તા ઉપર કારમાં સવાર 4 અજાણ્યા શખ્સો નિશીષ શાહ ઉપર તલવારથી હુમલો કરી ફરાર થયા હતા. ત્યારે આ મામલે પોલીસે તપાસ કરતા બારડોલી તાલુકાના મઢી ગામની નહેરમાંથી એક કાર મળી આવી હતી. તપાસમાં મળી આવેલી મહિન્દ્રા કંપનીની ટીયૂવી કાર નં. GJ-5-JP-2445 CCTV કેમેરામાં જોવા મળેલી કાર હતી. આની તપાસ કરતા કારમાંથી 1 ચાકુ અને 1 બેઝબોલની સ્ટીક મળી આવી હતી, જેથી કારમાલિકની તપાસ કરતાં કાર અપ્લેશના નામે હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો- આણંદ જિલ્લાના ભાદરણ ગામમાં NRIના બંગલામાં હત્યાના આરોપીઓ 40 દિવસ બાદ ઝડપાયા
કાર માલિકનું સારવાર દરમિયાન મોત
પોલીસે કારના માલિક અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કારના માલિકનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું અને કોઈ ત્રાહિત વ્યકિત પાસે આ કાર ગિરવે મૂકવામાં આવી હતી, જેથી આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. જોકે, નિશીષ શાહની હત્યા તેના સાળાએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક નિશીષ શાહના સાળા વિજય મનસુખ પટેલનું નામ સામે આવ્યું હતું. આખરે હત્યાના થોડા સમય પહેલા વિજય પટેલ અને નિશિષ શાહ વચ્ચે જાહેરમાં ઝઘડો પણ થયો હતો.
આ પણ વાંચો- અમરાઈવાડીમાં હત્યાનો વધુ એક બનાવ, પાડોશીના ઝઘડામાં છોડાવવા જતા યુવકને મોત મળ્યું
બે આરોપીઓએ અન્ય માહિતી પોલીસને આપી
પોલીસની તપાસ દરમિયાન જે જગ્યા પર CCTV ફુટેજ અને ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી ગુનામાં સંડોવાયેલા અનેક શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન શંકાસ્પદ પરિમલ જશવંત સોલંકી અને સંજય ઉર્ફે ટીકલો ગોવિંદ રબારી (કરમટિયા)એ બન્ને આરોપીઓએ ગુનાની હકીકત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, નવીન ભવરલાલ ખટીક મારવાડી અને તેના મિત્રો પ્રતીક ચુડાસમા, નવીન ઉર્ફે રિવ ચુડામણ, દેવા મરાઠી તથા મન્નુ માલીયાને વ્યારા બોલાવી નવીન ખટીકે પોતાના જૂના ઘરમાં ચારેય જણાને આશરો આપી પોતાની પાસેની સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445 આપી હતી.
સાપુતારામાં આરોપી નવીન ખટીકે આરોપી પ્રતીકને નિશીષ શાહ અંગે જણાવ્યું હતું
નવીન ખટીક તેના મિત્ર પ્રતીક તથા અન્ય મિત્રો સાથે 10 મેએ સાપુતારા ફરવા ગયા હતા. તે સમયે નવીન ખટીકે પ્રતીકને કહ્યું હતું કે, વ્યારામાં નિશીષ કરીને એક વ્યક્તિ છે. તેના હાથ પગ તોડીને જજો. હું તમને 80,000 આપી દઈશ. નવીન ખટિક અને તેના સાથી મિત્રોને મળી નિશીષ શાહની 3 દિવસ સુધી રેકી કરી હતી. તેમ જ હાઈ-વે પર આવેલી હોટલ ઉપરથી ચપ્પુ, બેઝ બોલના ડંડા તથા પંચ મારવાની ફેટ હત્યા કરવા પહેલા ખરીદી હતી. ત્યારબાદ રાત્રિના સમયે ચારેય આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો.
આરોપી નવીન ખટિક મુંબઈથી ઝડપાયો
જોકે, જેના ઈશારે તમામ આરોપીઓ નિશીષ શાહની હત્યાને અંજામ આપ્યો હતો. તે મુખ્ય સૂત્રધાર નવીન ખટિક ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસને બાતમી મળી હતી કે, હત્યા બાદ ઉત્તર પ્રદેશ નાસી છૂટેલો નવીન ખટિક મુંબઈ તેની પત્નીને મળવા જઈ રહ્યો છે. તો તાપી પોલીસે એક અલગ ટીમ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રકાશા ખાતે રવાના કરીને નવીન ખટિકને દબોચી લીધો છે. ત્યારે તાપી પોલીસને નવીન ખટિકના પકડાવાથી બિલ્ડર નિશીષ શાહ હત્યા કેસ ( Builder Nishish Shah murder case)માં મોટી સફળતા મળી છે. ત્યારે બિલ્ડર નિશીષ શાહની હત્યા કેસના મુખ્ય સૂત્રધાર તરીકે વિજય પટેલનું નામ સામે આવ્યું હતું. આરોપી વિજય પટેલને પકડવા વ્યારા પોલીસે કાયમી ધરપકડનું વોરંટ મેળવી લીધું હતું ત્યારે શાહની હત્યાનું કારણ શું અને કેમ તેની હત્યાની સોપારી આપી હતી એ રહસ્ય પરથી પડદો ઊંચકાશે તેવી આશા સેવાઈ રહી છે.