17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને 14થી 20 સપ્ટેમ્બર સુધી એક સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે સપ્તાહના સમાપનના ભાગરૂપે બારડોલી નગર ભાજપ સંગઠન દ્વારા વિના મુલ્યે સર્વ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેડિકલ કેમ્પમાં ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતાના મુખ્ય પ્રધાન ઈશ્વર પરમારે હાજરી આપી હતી.
બારડોલી ખાતે યોજવામાં આવેલા સર્વ નિદાન મેડિકલ કેમ્પમાં એક કલાકમાં 80થી વધુ શ્રમજીવી લોકોનું દાંત, આંખ અને જનરલ ચકાસણી કરવામાં આવી હતી અને તપાસ બાદ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં ફ્રીમાં દવાઓ આપવામાં આવી હતી. આ સાથે જ જે લોકોમાં ઓપરેશનની જરૂરિયાત જણાઈ તો દરેક રીતે મદદરૂપ થવા પણ કેબિનેટ પ્રધાને પડખે ઉભા રહેવાની બાંહેધરી આપી હતી.
સર્વ નિદાન મેડિકલ કેમ્પમાં કેબિનેટ પ્રધાન, બારડોલી પાલિકા પ્રમુખ, નગર સેવકો સહિત સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી હતી અને સામાન્ય શ્રમજીવી પરિવારના લોકોએ ફ્રીમાં મેડિકલ સહાય મેળવી હતી.