ETV Bharat / state

કોંગ્રેસનો ગઢ નિઝર વિધાનસભા બેઠક પર જાતિગત મતોનું વિભાજન થાય તેવી શક્યતા - કોંગ્રેસનો ગઢ નિઝર વિધાનસભા બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો તાપી જિલ્લાની નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat ) વિશે.

કોંગ્રેસનો ગઢ નિઝર વિધાનસભા બેઠક પર જાતિગત મતોનું વિભાજન થાય તેવી શક્યતા

author img

By

Published : Oct 17, 2022, 11:46 PM IST

તાપી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. એકએક બેઠક જીતવી બંને માટે મહત્વની બની રહેવાની છે. આ વખતે ગુજરાતમાં જે રીતનો ચૂંટણીનો માહોલ ઊભો થયો છે. તે જોતાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે તે નક્કી છે. આ ઉપરાંત આ વખતે મુખ્ય બે પક્ષો ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં છે. આદિવાસી વિસ્તારોમાં લગભગ 15 બેઠકો પર ચૂંટણી લડી રહેલ જનતા દળ યુનાઈટેડ અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ માટે મુશ્કેલી બની શકે છે. જેના કારણે જાતિગત મતોનું વધુ વિભાજન થાય તેવી શક્યતા છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની સમક્ષ દરેક બેઠકનો ચિતાર લઈને ઉપસ્થિત થઈએ છીએ. જે અંતર્ગત આજના આર્ટિકલમાં આપણે નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat ) વિશે ચર્ચા કરીશું.

મતદારોની પસંદ કોણ હશે તે કળવાનો પ્રયાસ
મતદારોની પસંદ કોણ હશે તે કળવાનો પ્રયાસ

નિઝર વિધાનસભા બેઠક ડેમોગ્રાફી નિઝર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના નિઝર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. 2007માં જ્યારે તાપી જિલ્લાની રચના કરવામાં આવી ત્યારે નિઝર સુરત જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યું હતું. નિઝર દક્ષિણ ગુજરાતમાં આવેલું છે, જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની સરહદે સુરતથી લગભગ 172 કિમી દૂર છે. અહીંની ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat ) મત વિસ્તાર બારડોલી લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી નિઝર વિધાનસભા મતવિસ્તાર 172 નંબરની વિધાનસભા બેઠક છે. મતવિસ્તારમાં કુલ 2,54,589 મતદારો છે, જેમાંથી 1,25,541 પુરૂષ અને 1,29,048 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

અગાઉની ચૂંટણીના પરિણામ ગત ચૂંટણીમાં ગુજરાતની નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat ) પરથી કોંગ્રેસના સુનીલભાઈ રતનજીભાઈ ગામીત જીત્યા હતાં. તેમને ચૂંટણીમાં 1,06,234 મત મળ્યા હતાં. ભાજપના કાંતિલાલભાઈ રેશમાભાઈ ગામેતને 83,105 મતો મળ્યાં હતાં. પહેલા 2012 ચૂંટણીમાં કાંતિલાલભાઈ ગામેતે INCના પરેશ વસાવાને લગભગ 10 હજાર મતોથી હરાવ્યા હતા. જ્યાં કાંતિલાલને 90 હજાર 191 મત મળ્યા હતા, ત્યાં પરેશભાઈને માત્ર 80 હજાર 267 મતથી સંતોષ માનવો પડ્યો હતો. નોંધનીય છે કે નિઝર વિધાનસભાના ધારાસભ્યની પોતાની ટર્મ દરમિયાન વિધાનસભામાં હાજરી ખૂબ જ ઓછી છે. તેમણે વિધાનસભામાં કુલ 5 વખત કરતા પણ ઓછી હાજરી આપી છે.

એકાદ અપવાદ સિવાસ કોંગ્રેસ જીતતી રહી છે
એકાદ અપવાદ સિવાસ કોંગ્રેસ જીતતી રહી છે

નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat ) માં આવતા વિસ્તારોમાં નિઝર તાલુકો, ઉચ્છલ તાલુકો, સોનગઢ તાલુકાના ગામો – રામપુરા કોઠાર, ચંપાવાડી, પોખરણ, ખંભાલા, ડોસવાડા, કુમકુવા, રૂપવાડા, ચાપલધરા, રાણીઆંબા, બાલમરાઈ, ગૌસાવર, ચિમકુવા, ટોકરવા (સેગુપાડા), ટોકરવા (જામનકુવા), કાકડ કુવા, ખાનકુવા, ખાંભા, કુમકુવા, દેવલપાડા, કનાળા, ચોરવડ, ચીખલી ખડકા, ધમોડી, જુનવન, ગલકુવા, બેડપાડા, કાનાદેવી, રામપુરા કનાદેવી, નાના બંધરપાડા, ઝરલી, નાની ભુરવણ, મેધસીંગી, ઘોઘાસા, કાનજી, ડોન, મોતી ભુરવણ, હીરાવાડી, કુકરડી, કુકરડી વડપાડા પી ટોકરવા, ઘોડચિત, બંધરપાડા, ગટડી, તિચકીયા, હણમંતીયા, મહુડી, મોંઘવાણ, મૈયાલી, સાંઢકુવા, તરસાડી, કાકડ કુવા પી ઉમરડા, બેડવાન પી ઉમરડા, વડપાડા પી ઉમરડા, જામખાડી, મેધા, ગોલણ, નાના તરપડા, ઓલંદ, ઓ. ખાડી, સાદડવેલ, ભરદાદા, ગોપાલપુરા, વાંઝાફલી, અમલગુંદી, ચકવાણ, બોરકુવા, કાલાઘાટ, મોટા સતસીલા, ઘોડી રુવાલી, ઘુંટવેલ, વડદા પી ઉમરડા, તાપરવાડા, ગુંખડી, ટેમકા, મસાનપાડા, દરડી, ઉમરડા, ધનવંચા, લવાછલી ચીમર, કાંતિ, સેલઝર, બોરપાડા, ખોગલ ગામ, મોટા તારપ અડા, કપડ બંધ, સિરસપાડા, વાડીરુપગઢ, ચીખલાપાડા, ખાપટિયા, મોહપાડા (મલંગદેવ), વીરથાવા, એકવા ગોલન, મલંગદેવ, કરવંદા, લંગડ, ઘુસરગામ, ભોરથવા, ઓટ્ટા, રસમતી, પહાડદા, માલ, સદાદુન અને સિનંદ.

નિઝર બેઠક સમગ્રપણે આદિવાસી વિસ્તાર
નિઝર બેઠક સમગ્રપણે આદિવાસી વિસ્તાર
નિઝર વિધાનસભા બેઠકની ખાસિયત નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat ) પર આદિવાસી સમાજોનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં વર્ષોથી પૂર્વપટ્ટીનાં આદિવાસી મતદારો હજુ કોંગ્રેસ સાથે રહ્યા છે. અહીંના આદિજાતિના લોકોના મતો નિર્ણાયક સાબિત થાય છે. નિઝર બેઠક ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો એક ભાગ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આદિવાસી અંતરિયાળ વિસ્તારોનો સમાવેશ કરતી આ બેઠક 2012ના અપવાદ સિવાય કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ વિસ્તારમાં ચોમાસુ પર્યટન જોવા મળે છે કારણ કે વરસાદથી જંગલ વિસ્તારો ખીલી ઉઠતાં સ્થાનિક પ્રવાસન વેગ પકડે છે.
નિઝર તાલુકાનું મુખ્ય નગર છે ત્યારે પાયાની સુવિધાઓ જોઇએ

નિઝર વિધાનસભા બેઠકની માગ પ્રાકૃતિક વિસ્તારની ભેટ ધરાવતાં નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Seat ) વિસ્તારમાં પાયાની સુવિધાઓ સારા માર્ગો, સારી શિક્ષણ સંસ્થાઓ, સારી આરોગ્યવિષયક સુવિધાઓ હજુ પણ અપૂરતી છે. ગત સમયમાં કેટલાક પગલાં લેવાયાં છે તેમ થતાં અહીં મોટાપાયો રોજગારી પૂરી પાડતાં ઔદ્યોગિક એકમો અનઉપસ્થિત હોવાના કારણે રોજગારી માટે આ વિસ્તારના લોકોનું સ્થળાંતર પણ સમસ્યા છે જેના કારણે નવી પેઢીના બાળકોમાં શિક્ષણમાં ડ્રોપ આઉટની સમસ્યા છે. લોકોની માગણીઓ પ્રમાણે જુદાજુદા ગામના રસ્તા અને પુલના કામ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા જોબ નંબર ફાળવી દેવાયા છે ત્યારે ટૂંક સમયમાં કુલ રૂપિયા 1521 લાખના કામો શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.