બારડોલીમાં આજથી 73 વર્ષ પહેલાં કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી કરતા સ્વ. ઠાકોરગીરી ગોસ્વામીએ પોતાના ઘરના ઓટલે ગણેશ મંડળ નામથી શ્રીજીની સ્થાપના કરી હતી. ત્યારથી અત્યાર સુધી શ્રીજીની અહીં સ્થાપના કરાય છે. સમય જતાં મંડળની પ્રગતિ સાથે લોકોની આસ્થા પણ અહીં બિરાજેલા શ્રીજી સાથે વધતી ગઈ અને આજે તેઓ લખપતિ ગણેશ તરીકે ઓળખાય છે. શ્રીજીને પહેરાવવામાં આવેલ હાર, હાથ, પગ કે, પછી બાજુબંધ ચાંદીના છે તેમજ સિંહાસન અને મૂષક પંચધાતુનું છે. જેની કિંમત આજે 20 થી 22 લાખ છે. સાથે સાથે દરેક સેવાકીય કામોમાં પણ હરહંમેશ આ મંડળ અગ્રેસર રહે છે.
ગણેશ મંડળની સ્થાપના 73 વર્ષ પહેલાં થઈ હતી અને આજે આ મંડળની ટ્રસ્ટ તરીકે પણ નોંધણી કરાવામાં આવેલ છે. મંડળના 11 ટ્રસ્ટીઓમાંથી 1 ટ્રસ્ટી મુસ્લિમ સમાજમાંથી આવતા હોવાથી એકતાના એક પ્રતીક તરીકે પણ ગણેશ મંડળ ને ગણી શકાય.