ETV Bharat / state

તાપી જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો, સ્થિતિ હજુ પણ ગંભીર - situation is serious

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ નોંધાતા કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લામાં બુધવારના રોજ માત્ર 50 કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

author img

By

Published : May 13, 2021, 7:04 AM IST

Updated : May 13, 2021, 8:58 AM IST

  • તાપી જિલ્લામાં બુધવારે 50 પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરોના સારવાર દરમિયાન 4 દર્દીઓના નિપજ્યા મોત
  • 61 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ

તાપી: રાજ્યના મહાનગરોમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં બુધવારના રોજ 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે, 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. 61 દર્દીઓની સારવાર પૂર્ણ થતા તેમને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો - ડૉ. તુષાર ચૌધરીનો તાપીમાં કોરોનાથી 1500 લોકોના મોતનો દાવો જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યો

કુલ 2327 દર્દીઓએ કોરોનાને આપી માત

તાપી જિલ્લામાંથી મંગળવારના રોજ 6645 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 50ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધી કુલ 2327 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે 720 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં બુધવારના રોજ નોંધાયેલા 4 મોત સાથે કુલ મૃત્યુઆંક 114 થયો છે.

આ પણ વાંચો - તાપીમાં જિલ્લા LCBએ રૂપિયા 1.14 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધવાનો ભય

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે તકેદારીની જરૂર છે. ત્યારે બીજી બાજુ હાલમાં પણ કેટલાક ગામોમાં વિવિધ પ્રસંગોમાં લોકોની ભીડ એકઠી થતી જોવા મળે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં એખ જ પરિવારના સંખ્યાબંધ લોકો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. આ વચ્ચે તંત્ર દ્વારા લોકોને ટેસ્ટ કરાવવા અને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

Last Updated : May 13, 2021, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.