ETV Bharat / state

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવા તૈયારીઓનો ધમધમાટ, જુદી જુદી તપાસ શરૂ

ગુજરાત વિધાનસભાના ચૂંંટણીના (Gujarat Assembly Election)ની તારીખો જાહેર થઈ ચૂકી છે. જાહેરનામું રજૂ થતાં ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક(Central Election Expenditure Observer) આનંદ કુમારે તાપી જિલ્લાની મુલાકાત લીધી હતી. નિરિક્ષકે ચૂંટણી પંચની માર્ગદર્શિકા(Election Commission Guidelines) પ્રમાણે MCMC અને મીડિયા સેન્ટરની કામગીરી અંગે ચકાસણી કરી હતી.

કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક તાપીની મુલાકાતે

author img

By

Published : Nov 9, 2022, 9:28 AM IST

તાપી: ગુજરાત વિધાનસભા ચૂંંટણીની (Gujarat Assembly Election)ની તારીખો જાહેર થઈ ચૂકી છે. ચૂંટણી પંચ દ્વારા 5 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. ઉમેદવારોના ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ ચૂંટણીલક્ષી તૈયારીઓ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં(Control of election expenditure) રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક(Central Election Expenditure Observer) આનંદ કુમાર (IRS)ની નિમણુંક કરવામાં આવી છે.

ચૂંટણીલક્ષી તૈયારીઓનું નિરીક્ષણ: કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક આનંદ કુમારે તાપી જિલ્લાના MCMC અને મીડિયા સેન્ટરની મુલાાકાત લીધી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે MCMC અને મીડિયા સેન્ટરની કામગીરી અંગે ચકાસણી કરી હતી. નિરિક્ષકે ઈલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલ, કેબલ નેટવર્ક પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે સૂચનાઓ આપી હતી. MCMCના નોડલ અને સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોરે MCMC અને મીડિયા સેન્ટરની કામગીરી અંગે નિરિક્ષકને બારીકાઈથી વિગતો આપી હતી.

મીડિયા સેન્ટરની રચના: તાપી જિલ્લાના પત્રકારોને ચૂંટણીલક્ષી માહિતી એક જ સ્થળ પરથી મળી રહે તે માટે આ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની માહિતીઓ પોસ્ટર અને બેનરો દ્વારા દર્શાવવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ માટે દેખરેખ સમિતીની રચના કરવામાં આવી છે.

કામગીરીની સમીક્ષા: કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આનંદ કુમાર તથા નાયબ પોલીસ અધિક્ષક સીએમ જાડેજાએ વ્યારા સોનગઢ અને ઉચ્છલ તાલુકાની વિવિધ FST, SST,VVT, VSTની ટીમની સ્થળ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ટીમને વાહનોની ચેકિંગ અંગે, વીડિયોગ્રાફી અંગે, કામગીરીનો દૈનિક ધોરણે રિપોર્ટ અંગે મોકલવાના અંગે વિગતવાર સમજુતી આપી હતી. ઉપરાંત ચૂંટણીને લઈને ટીમના સભ્યોને કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.