- ગામના રહીશો દ્વારા વનવિભાગને જાણ કરાયા બાદ તેઓનું માતા સાથે મિલન કરાવાયું હતું
- દીપડી પણ નજીકમાં જ હોવાનું માની તેઓ કુવાથી દૂર જતા રહ્યા હતા
- ગામના વન્યપ્રાણી પ્રેમી કૂવા પાસે પહોંચ્યા હતા
સુરતઃ મધર્સ ડે પહેલા એક માતા પોતાના બાળકને જ્યારે મળી ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરંતુ આ વખતે કોઈ માનવીય નહિ પરંતુ દીપડીથી વિખૂટાં પડેલા બચ્ચાનું મિલન કરાવવામાં આવ્યું છે. કાનારા ગામના એક ખેડૂતના ઘર પાસેના આવેલા કૂવામાં પડેલું દીપડીનું 1 મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું. સોનગઢ તાલુકાના કાનારા ગામે ત્યાંના રહીશો કૂવા પાસેથી પસાર થતી વખતે દીપડીથી વિખૂટાં પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવતા ચકચાર મચી ગયો હતો.
આ પણ વાંચોઃ ભિલાડ ઝરોલી માર્ગ પર ફેન્સિંગ તારમાં દીપડો ફસાયો, વનવિભાગે કર્યું રેસ્ક્યૂ
કાનારા ગામે કૂવામાંથી દીપડીથી વિખૂટું પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું
ગામના રહીશો દ્વારા વનવિભાગને જાણ કરાયા બાદ તેઓનું માતા સાથે મિલન કરાવાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, સોનગઢ તાલુકાના કાનારા ગામે કૂવામાંથી દીપડીથી વિખૂટું પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું. આથી દીપડી પણ નજીકમાં જ હોવાનું માની તેઓ કુવાથી દૂર જતા રહ્યા હતા અને ગામના લોકોને જાણ કરી હતી. આથી ગામના વન્યપ્રાણી પ્રેમી કૂવા પાસે પહોંચ્યા હતા.
ભારે જેહમત બાદ એક માં ને તેના 1 મહિનાના બચ્ચાં સાથે મિલન કરાવ્યું હતું
કૂવા પાસે ફોરેસ્ટર બચાવ ટુકડી સાથે આવી ક્લાકોની જહેમત બાદ હેમખેમ બહાર કાઢી પશુ તબીબ પાસે બચ્ચાને ચેક કરાવી, તેને એક નાનું પાંજરું મૂકી તેમાં તે બચ્ચાંને મૂક્યું હતું. બાદમાં કૂવા પાસે બચ્ચાંને કેમેરા અને રૂપ કેમેરા ગોઠવી તેની માતા સાથે મિલન કરાવવાનો પ્રયાસ વન વિભાગે હાથ ધર્યો હતો. દીપડી તેના બચ્ચાંનો અવાજ સાંભળી ત્યાં આવી ચઢી હતી અને તે તેના બચ્ચાંને લઇ ત્યાંથી નીકળી ગઈ હતી. ભારે જેહમત બાદ એક માં ને તેના 1 મહિનાના બચ્ચાં સાથે મિલન કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી
માતા સાથે પુનઃ મિલન કરાવ્યું
વન વિભાગને જાણ કરવામાં આવતા DFO આનંદકુમાર, ફોરેસ્ટર બચાવ ટુકડી સાથે આવી ક્લાકોની જહેમત બાદ હેમખેમ બહાર કાઢી પશુ તબીબ પાસે બચ્ચાને ચેક કરાવી માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.