- વ્યારામાં ગોપાલ ઇટાલિયાએ ખુલ્લું મૂકયું AAP કાર્યાલય
- ભાજપ અને કોંગ્રેસના પૂર્વ નેતાઓએ ઝાડુ પક્ડયું
- આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં દિગ્ગજ નેતાઓ જોડાયાં
વ્યારાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ( AAP ) અત્યારથી જ તૈયારીઓ કરી છે. આમ આદમી પાર્ટીમાં તાપી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ બિપીન ચૌધરી અને ધરમપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ આપમાં સામેલ થયાં છે.આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા હાલ સમગ્ર રાજ્યમાં પક્ષનો પાયો મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ માટે ઈટાલિયા અને આપના નેતાઓ દરેક તાલુકામાં કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરી રહ્યાં છે. તાપી જિલ્લાના કાર્યાલયના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જિલ્લા અને અન્ય જિલ્લાના કેટલાક અન્ય આગેવાનો આપમાં જોડાયાં છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌ લોકો જે પરિવર્તન ઈચ્છે છે. કંઈક સારું પરિવર્તન આવે તેવું ઇચ્છતા તમામ લોકો આમ આદમી પાર્ટી ( AAP ) સાથે જોડાઈ રહ્યાં છે. આ સાથે ગુજરાતના તમામ જગ્યાએ જે કોમન પ્રશ્નો છે એવી જ બાબતો આ જિલ્લા વિશે પણ જાણવા મળી છે જેમાં શિક્ષણ, રોજગારી, સ્વાસ્થ્ય, પીવાના અને સિંચાઇના પાણીનો પ્રશ્ન જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું, 25 કાર્યકરો આપમાં જોડાયા
હિંદુસ્તાન ઝીંક લિમિટેડ સાથેના સંઘર્ષમાં લોકો સાથે
ઝિંક ફેક્ટરી બાબતે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આદિવાસી જળ જમીન અને જંગલના સંરક્ષક તરીકે ઓળખાય છે. પ્રકૃતિને નુકશાન થાય તેઆદિવાસી સમાજ ક્યારેય ચલાવે નહીં. આ વિસ્તારના લોકોની વિરૂદ્ધમાં પર્યાવરણ, સ્વાસ્થ્ય અને જમીનને નુકશાન થાય એવા પ્લાન્ટ અહી લાવવામાં આવી રહ્યાં છે. ઇટાલિયાએ સાથે અલ્પેશ કથીરિયા આપમાં જોડાશે કે નહીં એ બાબતે કહ્યું હાલ એવી કોઈ ચર્ચા નથી.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ