ETV Bharat / state

તાપી નદીમાં હોડી પલટી જતાં 7 લોકોના મોત, 6નો આબાદ બચાવ

author img

By

Published : Mar 11, 2020, 6:30 PM IST

Updated : Mar 11, 2020, 7:13 PM IST

તાપી જિલ્લાનાં સુંદરપુર અને ભીતખુર્દ ગામના એક જ પરિવારના 13 જેટલા સબંધીઓ ધુળેટીના દિવસે તાપી નદીમાં ફરવા ગયા હતા. જ્યાં ભારે પવનને કારણે હોડી પલટી જતા સાત લોકોનાં મોત થયા હતા. તો અન્ય 6 જેટલા લોકોને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા. સાત લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.

tapi
tapi

તાપી: ધુળેટીના પર્વને પગલે તાપીના ઉચ્છલના સુંદરપુર ગામના એક જ પરિવારના 13 જેટલા સબંધીઓ ભીંતખુર્દ ગામે વણઝારી ફુગારા પર પિકનિક મનાવવા ગયા હતા. તે દરમિયાન તાપી નદીમાં નાની હોડીમાં બેસી નીકળ્યા ફરવા નીકળ્યા હતા. ત્યારે બપોરના અરસામાં ભારે પવનને કારણે વણઝારી ફુગારામાં હોડી બેકાબૂ બનતા હોડી પલટી જતા 13 જેટલા લોકો ડૂબી ગયા હતા. જે પૈકી 6 લોકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવાયા હતા.

તાપી નદીમાં હોળી પલટી જતાં 7 લોકોના મોત, 6નો આબાદ બચાવ

આજરોજ સુરત ફાયર બ્રિગેડની ટીમ અને સોનગઢ - વ્યારાના ફાયરના સંયુક્ત ઑપરેશન દ્વારા ડૂબી ગયેલા સાત લોકોના મૃતદેહને શોધીને બહાર કાઢવામાં આવ્યા હતાં,આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારમાંથી સાત લોકોનાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

નોંધનીય છે કે, ઉકાઈ ડેમના આજુબાજુના વિસ્તારના લોકો માછીમારી કરવા માટે જાય છે. ત્યારે આ વિસ્તારના લોકોને પુરતા બચાવ સાધનો વિના ડેમના પાણીમાં નાની હોડી મારફતે સહેલગાહ ન કરવા અનુરોધ કરાયો છે.

Last Updated : Mar 11, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.