ETV Bharat / state

જીનીવામાં આદિવાસી અધિકારનું 12મું આંતરરાષ્ટ્રીય અધિવેશન, 7 ગુજરાતીએ પરંપરાગત વેશમાં હાજરી આપી

તાપીઃ સ્વિત્ઝરલૅન્ડના જીનીવામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું આદિવાસીના અધિકાર માટેનું 12મું આંતરરાષ્ટ્રીય અધિવેશનનું આયોજન યુનાઇટેડ નેશન્સ (યુનો) દ્વારા તારીખ 15 જુલાઈથી 19 જુલાઈ દરમરિયાન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં ગુુજરાતના 7 આદિવાસી આગેવાનોએ ભાગ લીધો છે.

Geneva
author img

By

Published : Jul 17, 2019, 4:46 PM IST

આ અધિવેશનમાં સમગ્ર દુનિયાના 150થી વધારે દેશના પ્રતિનિધિઓ અને આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આદિવાસી સમાજના અધિકારો, કલા, સંસ્કૃતિ, ભાષા, આદિવાસી સમાજની પરિસ્થિતિ, સમગ્ર વિશ્વ સમાજના પર્યાવરણ અને આબોહવાના બચાવવા માટે વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.

Geneva
આંતરરાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં ગુુજરાતના 7 આદિવાસી આગેવાનોએ ભાગ લીધો

આ આંતરરાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં ખાસ કરીને ગુજરાતના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ ડો. સુરેશભાઈ ચૌધરી અને લાલસિંગભાઈ ગામીત દ્વારા ભારત દેશમાં પર્યાવરણ અને આદિવાસી સમાજના હક અને અધિકારી પર પેપર રજૂ કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજની હાલની પરિસ્થિતિ, હક, અધિકાર, કલા, સાહિત્ય, પરંપરા , 5 અને 6 અનુસૂચિ, મોબ લીન્ચીંગ વગેરે મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા.

આ અધિવેશનમાં સમગ્ર દુનિયાના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ પોતાના પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા. જેમાં આપણા ગુજરાતના આદિવાસી પ્રતિનિધિઓ પણ પરંપરાગત પહેરવેશ જેવા કે, ધોતિયું, ખમીસ, ટોપી, ફાળિયું વગેરે પહેરવેશ સાથે રજૂઆત કરવા માટે યુનાઇટેડ નેશન (UNO)ની જનરલ એસેમ્બલીમાં ગયા છે.

આ સાથે વર્ષ 2019ને આંતરરાષ્ટ્રીય આદિવાસી ભાષા વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે. ડો. શાંતિકર વસાવા દ્વારા UNESCOની સ્ટીરીંગ કમિટીમાં ભાગ લીધો અને આદિવાસી સમાજમાં ભાષા અને સંસ્કૃતિનું મહત્વ વિષય ઉપર આદિવાસી ભાષામાં UNTV સાથે વાર્તાલાપ કરી હતી. આ આંતરરાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અમરસિંહ ચૌધરી, ડો. શાંતિકર વસાવા, કલ્પેશભાઈ ઢોડિયા, દિનેશભાઈ વસાવા અને વિરલભાઈ કોંકણીએ ભાગ લીધો છે.

Intro:સ્વિત્ઝરલૅન્ડ ના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું આદિવાસી ના અધિકાર માટે નું 12 મુ આંતરરાષ્ટ્રીય અધિવેશન નું આયોજન યુનાઇટેડ નેશન્સ ( યુનો ) દ્વારા જીનીવા ખાતે તારીખ 15 જુલાઈ થી 19 જુલાઈ દરમરિયાન કરવામાં આવ્યુંBody:
         
આ આંતરરાષ્ટ્રીય સ્તર ના અધિવેશન માં ગુજરાત રાજ્ય ના કુલ 7 જેટલા આદિવાસી આગેવાનોએ ભાગ લીધો છે જેમાં સમગ્ર દુનિયાના 150 થી વધારે દેશ ના પ્રતિનિધિઓ અને આદિવાસી સમાજ ના આગેવાનો ભેગા થઇ ને આદિવાસી સમાજ ના અધિકારો , કળા , સંસ્કૃતિ ,ભાષા , આદિવાસી સમાજ ની પરિસ્થિતિ , સમગ્ર વિશ્વ સમાજ ના પર્યાવરણ અને આબોહવા ના બચાવ વગેરે મુદ્દા ઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે આ આંતરરાષ્ટ્રીય સ્તર ના અધિવેશન માં ખાસ કરી ને ગુજરાત ના આદિવાસી સમાજ ના પ્રતિનિધિઓ ડો. સુરેશભાઈ ચૌધરી અને લાલસિંગભાઈ ગામીત દ્વારા ભારત દેશ માં પર્યાવરણ અને આદિવાસી સમાજ ના હક અને અધિકારી ઉપર પેપર રજુ કરવામાં આવ્યું અને આદિવાસી સમાજ ની હાલ ની પરિસ્થિતિ , હક અધિકાર , કલા સાહિત્ય , પરંપરા , 5 અને 6 અનુસૂચિ , મોબ લીન્ચઇંગ વગેરે મુદ્દાઓ ને સાંકળવામાં આવ્યા હતા આ અધિવેશન માં સમગ્ર દુનિયા ના આદિવાસી સમાજ ના પ્રતિનિધિઓ પોતાના પરંપરાગત પહેરવેશ માં આવ્યા હતા જેમાં આપણા ગુજરાત ના આદિવાસી પ્રતિનિધિઓ પણ પરંપરાગત પહેરવેશ જેવા કે ધોતિયું , ખમીસ , ટોપી , ફાળિયું વગેરે પહેરવેશ સાથે રજૂઆત કરવા માટે યુનાઇટેડ નેશન (U N O ) ની જનરલ એસેમ્બલી માં ગયા હતા

Conclusion:આ સાથે સાથે વર્ષ 2019 ને આંતર રાષ્ટ્રીય આદિવાસી ભાષા વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે ત્યારે ડો. શાંતિકર વસાવા દ્વારા U N E S C O ની સ્ટીરીંગ કમિટી માં ભાગ ભાગ લીધો હતો અને આદિવાસી સમાજ માં ભાષા અને સંસ્કૃતિ નું મહત્વ વિષય ઉપર આદિવાસી ભાષા માં U N T V સાથે વાર્તાલાપ કરી હતી.આ આંતરરાષ્ટ્રીય સ્તર ના અધિવેશન માં ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અમરસિંહ ચૌધરી , ડો. શાંતિકર વસાવા , કલ્પેશભાઈ ઢોડિયા , ઇનેશભાઈ વસાવા અને વિરલભાઈ કોંકણી એ ભાગ લીધો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.