ETV Bharat / state

પક્ષીઓ માટે ઉત્તરાયણ બની જીવલેણ, વાપીમાં પતંગનાં દોરાથી એક જ દિવસમાં 12 પક્ષીઓ ઘાયલ

વાપીમાં ઉત્તરાયણનાં દિવસે જ પતંગનાં દોરાથી 12 પક્ષીઓ ઘાયલ થયા હતાં. જે પૈકી 2 કબૂતરના મોત થયા હતાં. જ્યારે 9 કબૂતર અને એક ઘુવડને બચાવવામાં જીવદયા પ્રેમીઓ સફળ રહ્યા હતાં.

પક્ષીઓ માટે ઉત્તરાયણ બની જીવલેણ
પક્ષીઓ માટે ઉત્તરાયણ બની જીવલેણ
author img

By

Published : Jan 15, 2021, 12:37 PM IST

  • દર વર્ષે ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરી પક્ષીઓ માટે જીવલેણ બને છે
  • વાપીમાં 12 પક્ષીઓ ઘાયલ થતા જીવદયા પ્રેમીઓએ સારવાર આપી
  • ઈજાગ્રસ્ત પક્ષીઓમાં દુર્લભ કહી શકાય એવાં ઘુવડનો પણ સમાવેશ
    વાપીમાં પતંગનાં દોરાથી એક જ દિવસમાં 12 પક્ષીઓ ઘાયલ

વાપી: ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરી પક્ષીઓ માટે જીવલેણ બનતી હોય છે. પતંગની દોરીમાં ફસાયેલ પક્ષોઓને બચાવવા દર વર્ષે ખાસ કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનના સેવાભાવી સંસ્થાઓએ વાપીમાં 9 કબૂતર અને 1 ઘુવડને બચાવી જીવનદાન આપ્યું હતું.
20 જેટલા યુવાનો સારવારમાં જોડાયા હતા
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીમાં ઘાયલ થતા પક્ષીઓને બચાવી શકાય તે માટે વલસાડ વનવિભાગ, શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી દ્વારા કરુણા અભિયાન હેઠળ પક્ષોઓને બચાવી તેની સારવાર નો કેમ્પ રાખ્યો હતો. કરુણા અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં 20 જેટલા સેવાભાવી યુવાનોએ પતંગની દોરીમાં ફસાયેલ 12 જેટલા પક્ષીઓને દોરીમાંથી મુક્ત કરી સારવાર કેમ્પમાં સારવાર આપી હતી. જોકે, 12 પક્ષીઓમાં 9 કબૂતરને અને એક ઘુવડને બચાવી લેવામાં સફળત મળી હતી. જ્યારે 2 કબૂતર દોરીમાં ફસાયા બાદ વધુ પડતું લોહી વહી જતા બચ્યાં નહોતા.

બર્ડ ફ્લૂના વાયરસથી બચવા કીટ પહેરી સેવા આપી
મકરસંક્રાંતિ પર્વ અગાઈ જ જિલ્લામાં બર્ડ ફ્લૂનાં કેસો પણ નોંધાયા હોવાથી જીવદયા પ્રેમીઓએ ખાસ પી.પી.ઈ કીટ પહેરીને સાવચેતી રાખી પક્ષીઓને પતંગની દોરીથી જીવ ગુમાવતા બચાવ્યા હતાં. ઘાયલ પક્ષીઓને સારવાર કેમ્પમાં સારવાર આપી સુરક્ષિત કર્યા હતાં. જ્યારબાદ પક્ષીઓને તેમના કુદરતી આશ્રયસ્થાનો પર છોડી દેવાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.