ETV Bharat / state

સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યકરોનો અનોખો પ્રચાર

કોંગ્રેસના વૉર્ડ નંબર 10ના ઉમેદવારો ગિરિરાજસિંહ ઝાલા, ચંદ્રવદન ચાવડા, રુદ્રા દવે, અનીતા ડુમાણીયા સહીતનાઓએ સાયકલ અને રાંધણ ગેસના સિલિન્ડર સાથે ઢોલ વગાડીને અનોખો પ્રચાર કરતા ભાજપમાં ગરમાવો વ્યાપી ગયો છે.

Surendranagar
Surendranagar
author img

By

Published : Feb 19, 2021, 6:24 PM IST

  • સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના વૉર્ડ નંબર 7ના ઉમેદવારોએ અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો
  • સાયકલ અને રાંધણ ગેસના સિલિન્ડર સાથે ઢોલ વગાડી પ્રચારની શરૂઆત કરી
  • ભાજપના શાશનમાં રાંધણ ગેસ, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, મોંધવારી સહીતના મુદ્દે આકરા પ્રહારો કર્યા

સુરેન્દ્રનગર: કોંગ્રેસના વૉર્ડ નંબર 10ના ઉમેદવારો ગિરિરાજસિંહ ઝાલા, ચંદ્રવદન ચાવડા, રુદ્રા દવે, અનીતા ડુમાણીયા સહીતના નેતાઓએ અનોખો પ્રચાર કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

કોંગ્રેસ કાર્યકરોનો અનોખો પ્રચાર

વૉર્ડ નંબર 7માં ગેસના બાટલા સાથે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરાયો

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોંઘવારીનો મુદ્દો બની ગઈ હોય તેમ ઉમેદવારો મોંઘવારી મુદ્દે લોકોને જાગૃત કરવા વિપક્ષ નવતર અભિગમ અપનાવી રહ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર- દુધરેજ- વઢવાણ સંયુક્ત નગરપાલિકા હેઠળ આવતા વૉર્ડ નંબર 7માં કોંગ્રેસના કાર્યકરો ગેસના બાટલા સાથે મોંઘવારી મુદ્દે લોકોને જાગૃત કરીને નવતર પ્રકારે પ્રચાર કરતા નજરે પડ્યા છે. જેમાં વૉર્ડ વિસ્તારની વિવિધ સોસાયટીઓ વિસ્તારોમાં ગેસના બાટલામાં વધતા જતા ભાવોને અંકુશમાં રાખવા આ બાબતે ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો લોકો સમક્ષ પ્રચાર વિપક્ષના કાર્યકરો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.