ETV Bharat / state

સુરતમાં બે આર્કિટેક્ચર માટીની મહ્ત્વતા સમજાવવા નીકળ્યા ભારત ભ્રમણે

સુરતઃ ભારતની ભૂમિ એ સંત શૂરાની ભૂમિ છે. લોકો ભારતની ભૂમિને વંદન કરે છે. ત્યારે, આ ભારતની ભૂમિનું મહત્વ સમજાવવા સુરતના બે આર્કિટેક્ચર દ્વારા અનોખી પહેલ કરવામાં આવનાર છે. બંને યુવાનો ભારત ભ્રમણ કરી માટીમાંથી ચિત્રો બનાવી જમીન સાથે લોકો કેવી રીતે જોડાયેલા તેનો સંદેશો આપશે. તેમને આ સફરનું નામ 'વોઈસ ઓફ સોલ' એટલે કે 'માટીનો પોકાર' આપ્યું છે.

author img

By

Published : Aug 18, 2019, 11:06 PM IST

architecture

સુરત શહેરમાં આર્કિટેક્ચર તેમજ શોર્ટ ફિલ્મ મેકર ફોટોગ્રાફર જેવી અનોખી સિદ્ઘિ ધરાવતાં સંજય રમાણી અને સતાબરતા નંદી બંને યુવાનો એક સાદગી ભર્યા વેશમાં સરળ અને મૃદુભાષી સ્વભાવ સાથે સમગ્ર ભારત ભ્રમણ કરવા નીકળ્યાં છે. તેમની આ યાત્રા માટીનો પોકાર અર્થે તેઓ ભારતમાં વિવિધ સ્થળોએ ભ્રમણ કરશે. જ્યાં માટીની પવિત્રતા અને તેની સાથે મનુષ્યનો સંબંધ છે તે ક્યાંક ધૂંધળો થઈ ગયો છે. તેને ફરીથી સ્થાપિત કરવાનો હેતુ છે. 300 મિટર જેટલું કેનવાસ બંને યુવાનો લઈને આવ્યાં હતા. જેમાં દરેક સ્થળે તેઓ જ્યાં જશે ત્યાંના બાળકો પાસે ત્યાંની જ માટી વડે કેનવાસ પર ચિત્રકામ કરાવશે.

સુરત માં બે આર્કિટેક્ચર માટીની મહ્ત્વતા સમજાવવા નીકળ્યા ભારત ભ્રમણે

આમ, કેનવાસ થકી ભારતની માટી પોતાની સાથે કેનવાસ ઉપર ચિત્ર બનાવી સંગ્રહ કરશે. આજે તેમણે પોતાના પ્રથમ સફરની શરૂઆત વલસાડના ઉદવાડા જ્યાં પારસીઓના પવિત્ર અગ્નિ આતશ બહેરામનું સ્થાન આવેલું છે. ત્યાં, શરૂ કરશે. અહીં ઉદવાડામાં પણ તેમને કેનવાસ ઉપર બાળકો પાસે સરસ મઝાના ચિત્રો માટીના ઉપયોગ વડે દોરાવ્યા હતા.

બંને યુવાનો દ્વારા 25000 કિલોમીટરની ભારતની યાત્રા અંદાજિત 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ સાથે યાત્રા દરમિયાન 6 જેટલા વિશ્વ રેકૉર્ડ પણ બનાવશે. તેમની આ કામગીરીને જોતા ઉદવાડા ગામના સ્થાનિકોએ તેમની મુસાફરી સુખદ નીવડે એવી શુભેચ્છા આપી હતી.

Intro:ભારતની ભૂમિ એ સંત શૂરાની ભૂમિ છે લોકો ભારતની ભૂમિને વંદન કરે છે ત્યારે આ ભારતની ભૂમિ જમીન ની મહ્ત્વતા સમજાવવા એક અનોખો પ્રયાસ સાથે ભારત ભ્રમણે નીકળેલા સુરતના બે આર્કિટેક્ચર યુવાન ઉદવાડા પારસીઓના પવિત્ર સ્થાને પોહચ્યા હતા તેઓ એમની સાથે 300 મીટર જેટલું કેનવાસ લાઇ ને આવ્યા હતા જેમાં સ્થાનિક બાળકો પાસે માત્ર માટીના ઉપયોગ વડે ચિત્રો બનાવી સમગ્ર કરી રહ્યા છે સમગ્ર ભારતમાં તેઓ જ્યાં જ્યાં ફરશે ત્યાં ત્યાં તેઓ માટી માંથી ચિત્રો બનાવડાવી સંદેશો આપશે કે જમીન ની સાથે લોકો કેવી રીતે જોડાયેલા તેઓની આ સફર નું નામ તેમણે વોઇસ ઓફ સોઈલ એટલે કે માટી નો પોકાર આપ્યું છે

Body:સુરત શહેરમાં આર્કિટેક્ચર તેમજ શોર્ટ ફિલ્મ મેકર ફોટોગ્રાફર જેવી અનોખી સિદ્ધિ ધરાવતા બે યુવાનો સંજય રામાણી અને સતાબરતા નંદી બંને યુવાનો એક સાદગી ભર્યા વેશમાં સીધા સરળ અને મૃદુભાસી સ્વભાવ સાથે સમગ્ર ભારત ભ્રમણ કરવા નીકળ્યા છે તેમની આ યાત્રા વોઇસ ઓફ સોઈલ માં ભારતની ભૂમિ જમીન માટી નું શુ મહત્વ છે કેટલી પવિત્ર છે માટી સાથે નો જે મનુષ્ય નો નાતો છે તે ક્યાંક ધુધળો થઈ ગયો છે તેને ફરી થી સ્થાપિત કરવાના હેતુ સર એક કાર માં તેઓ 300 મીટર જેટલું કેનવાસ સાથે લઈ ને આવ્યા હતા જેમાં દરેક સ્થળે તેઓ જ્યાં જશે ત્યાંના બાળકો પાસે ત્યાંની જ માટી વડે કેનવાસ ઉપર ચિત્રકામ કરાવશે આમ આ કેનવાસ માં તેઓ સમગ્ર ભારતની માટી પોતાની સાથે કેનવાસ ઉપર ચિત્ર બનાવી સંગ્રહ કરશે આજે તેમણે પોતાના પ્રથમ સફર ની શરૂઆત વલસાડ જિલ્લાના ઉદવાડા ગામ જ્યાં પારસીઓના પવિત્ર અગ્નિ આતશ બહેરામ નું સ્થાન આવેલું છે ત્યાં થી કરી હતી અહીં ઉદવાડા માં પણ તેમને કેનવાસ ઉપર બાળકો પાસે સરસ મઝા ના ચિત્રો માટીના ઉપયોગ વડે જ દોરાવ્યાં હતા

Conclusion:બંને યુવાનો દ્વારા 25000 કિમીની ભારત ની યાત્રા અંદાજિત 3 વર્ષ માં પૂર્ણ કરવામાં આવશે એવો તેમણે અંદાજ આંકયો છે સાથે સાથે આ યાત્રા દરમ્યાન 6 જેટલા વિશ્વ રેકોર્ડ પણ નોંધાશે તેમની આ કામગીરી ને જોતા ઉદવાડા ગામના સ્થાનિકો એ તેમની મુસાફરી સુખદ નીવડે એવી શુભેચ્છઓ આપી હતી બંને યુવાનો એ ગઈ કાલે ઉદવાડા ઇરાન શાહના વડા દસ્તુરજી ની પણ મુલાકાત લીધી હતી

બાઈટ 1 અમિત કાચા ઉદવાડાગામ

બાઈટ સ્થાનિક રહીશ

બાઈટ 3 સતાબરતાનંદી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.