સુરેન્દ્રનગર: અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા પ્રવિણ ડોડીયા અને રમેશ ડોડીયા ત્રણ મહિલાઓ સાથે માંવઢવાણ રામાપીરના મંદિરે દર્શન માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે કાબૂ આ અકસ્માત સર્જાયો હતો. જેમાં હરેશ ડોડીયા અને બે માસના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પિન્કીબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.