ETV Bharat / state

સુરેન્દ્રનગર: પાણી પુરવઠા પ્રધાનની અધ્યક્ષતામાં કોરોના વાઇરસની પરસ્‍થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ - Surendranagar

કોરોનાની મહામારીમાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે કોઈપણ વ્યક્તિ રાશનના અભાવે ભૂખ્‍યો ન રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે તેમ જણાવ્યું હતું.

પાણી પુરવઠા પ્રધાને કોરોના વાઇરસની પરસ્‍થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજી

author img

By

Published : Apr 23, 2020, 10:23 AM IST

સુરેન્દ્રનગરઃ કોરોનાની મહામારીમાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે કોઈપણ વ્યક્તિ રાશનના અભાવે ભૂખ્‍યો ન રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે તેમ જણાવ્યું હતું.

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લઈ સમગ્ર રાજયમાં કોરોના વાઇરસની મહામારી અન્વયે ઉભી થયેલી લોકડાઉનની પરિસ્થિતિની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યોની સમિક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે, અત્‍યારે આપણે સહુ કોરોના વાઇરસના નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છીએ, ત્‍યારે દરેક બાબતમાં સોશિયલ ડિસ્‍ટન્‍સ જળવાઇ રહે તે ખુબ જ જરૂરી છે. હાલ કોરોના વાઇરસ બાબતે જિલ્‍લાની સ્‍થિતિ પ્રમાણમાં ખૂબ સારી છે. આવી જ પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે શહેરી વિસ્‍તારની સાથે સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ અન્‍ય જિલ્‍લામાંથી લોકો પ્રવેશ ન મેળવે તે બાબતની જાગૃતતા આવી છે અને આ બાબતે ગામના લોકો દ્વારા જ ગામની સરહદો સીલ કરી બહારથી આવતા લોકોને પ્રવેશવા ન દઈને ગામમાં રહેતા લોકોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

આમ છતાં અન્‍ય જિલ્‍લામાંથી કે, બહારથી જો કોઈ વ્‍યક્તિ આવે તો તેની જાણ સત્વરે સબંધિત વિભાગને થાય અને તેનો તુરત જ ટેસ્‍ટ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.

કુંવરજીભાઈ બાવળીયા વધુમાં કોઈપણ વ્યક્તિ રાશનના અભાવે ભૂખ્‍યો ન રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, અને આ માટે પ્રત્યેક જિલ્લામાં પુરતા પ્રમાણમાં રાશનનો જથ્થો પણ ઉપલબ્‍ધ છે. તેમ જણાવી તેમણે આ બાબતે વિશેષ કાળજી રાખવા જિલ્‍લા વહિવટી તંત્રને તાકિદ કરી હતી.

તેમણે આગામી દિવસોમાં ઉનાળો શરૂ થવામાં છે, ત્‍યારે જિલ્‍લામાં કોઇપણ ગામમાં પીવાના પાણીની મુશ્‍કેલી ન રહે તે માટે સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

આ પ્રસંગે કલેક્ટર કે. રાજેશે જિલ્‍લામાં કોરોના વાઇરસ બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા મથકે ગાંધી હોસ્પિટલ ખાતે 10 ડોક્ટર, 100 આઈસોલેશન બેડ તથા 10 વેન્ટીલેટર ધરાવતી ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લાના લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે 20-20 બેડની અને સુરેન્દ્રનગર ખાતે આવેલ સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે 50 બેડ ધરાવતા ડેડીકેટેક કોવીડ હેલ્થ સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જિલ્લાના લખતર, ચોટીલા, ચુડા, સાયલા, પાટડી, મુળી, રાજસીતાપુર અને રાણાગઢના પ્રત્યેક સી.એચ.સી.માં 20-20 બેડના કોવીડ કેર સેન્ટર મળીને જિલ્લામાં કુલ 160 બેડની સુવિધાવાળા 8 કોવીડ કેર સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

તેમણે જિલ્‍લાના 1,95,734 એન.એફ.એસ.એ. કાર્ડધારકો, 1,28,369 નોન એન.એફ.એસ.એ. કાર્ડધારકો, 10,734 BPL, એન.એફ.એસ.એ. કાર્ડધારકોને રાશનનો જથ્‍થો પુરો પાડવામાં આવ્યો છે અને અન્‍ન બ્રહમ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં 11,373 કાર્ડધારકોને રાશન આપવામાં આવ્યું છે, જયારે બીજા તબક્કામાં 25 હજાર કાર્ડધારકોને રાશન અપાશે.

પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયાએ જિલ્‍લામાં કોરોના વાઇરસ સબંધે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વિસ્તૃત વિગતો રજુ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.