- સુરજદેવળ મંદિર તરફના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- અમરેલીમાં કાઠી સમાજની દિકરીને પોલીસે ખોટી રીતે ફસાવી હોવાથી યોજાયુ મહાસંમેલન
- જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની મુખ્ય માંગ
સુરેન્દ્રનગર: અમરેલી જિલ્લાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરીને પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરીને ફસાવવાના આવી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે યોગ્ય પગલા લેવાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના સુરજદેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું.
સુરેન્દ્રનગરના સુરજદેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું સંમેલનનાં સ્થળ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સંમેલનના પગલે સૂરજદેવળ ખાતે કાઠી, ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રહ્યા હતા. જેના કારણે સુરજદેવળ મંદિર તરફ આવતા તમામ હાઈવે સહિતના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અમરેલી જિલ્લાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરીને પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરી ખોટી રીતે ફસાવવાના વિરોધમા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અમરેલીની ઘટના પાછળ જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવાની મુખ્ય માંગ મૂકવામાં આવી હતી.