જેમાં રાજપૂતાણીઓએ તલવારના અવનવા રાસની પ્રેક્ટિસ કરી હતી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ઝાલાવાડની રાજપૂતાણીઓ તલવાર રાસમાં ભાગ લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી રેકોર્ડ પ્રસ્થાપિત કરશે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભુચરમોરી ખાતે 23 ઓગસ્ટના રોજ શીતળા સાતમના દિવસે યોજાનાર ઐતિહાસિક તલવાર રાસમાં ભાગ લેશે. જેની તૈયારીના ભાગરૂપે રાજપૂતાણીઓએ તલવાર રાસની પ્રેક્ટિસ રજુ કરીને સૌ કોઈને અચંબિત કર્યા હતા.
આયોજન પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ વિસુભા ઝાલા, જે.સી.જાડેજા (કોરિયોગ્રાફર ) જયદેવસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.