સુરેન્દ્રનગર : જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા શહેરના રિવરફ્રન્ટ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી રિવરફ્રન્ટ પર દબાણ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોએ તો પાકા મકાનો બનાવી નાખ્યા છે, તો કેટલાક લોકોએ ગોડાઉન અને કોમર્શિયલ કંપનીઓ આ રિવરફ્રન્ટ પર ખોલી નાખી હતી. જે બાબતની તંત્રને જાણ થતા આજે તંત્ર સફાળું જાગી ઉઠ્યું અને દબાણ દૂર કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
29 જેટલા દબાણકારોને હટાવ્યા : રિવરફ્રન્ટ પર કુલ 29 જેટલા દબાણકારોને નોટીસો ચાર દિવસ પહેલા આપવામાં આવી હતી. આજે આ 29 જેટલા પાકા દબાણો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા, મામલતદાર ઓફિસની ટીમ, Dysp પોલીસ સહિતની ટીમો, PGVCL વિભાગની ટીમોની હાજરીમાં તોડી પાડવામાં આવી છે, ત્યારે આ દબાણનો દૂર કરવામાં આવતા રિવરફ્રન્ટ પર હોબાળો મચી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે આ મામલે સ્થાનિક આગેવાનો રિવરફ્રન્ટ ખાતે દોડી આવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ મામલે તંત્ર દ્વારા કોઈનો સાંભળવામાં આવ્યા નથી અને 29 જેટલા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
પોલીસ પર પથ્થરમારો : સ્થાનિક લોકોના ટોળા દ્વારા દબાણ કરતા ટીમ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ત્રણ લોકોને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તબેલાઓ, ભંગારના ડેલાઓનુું દબાણ : ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર ખાલી પડેલી જગ્યામાં તબેલાઓ, ભંગારના ડેલાઓ, પાકા મકાનો, ગોડાઉન સહિતની વસ્તુઓ બનાવી નાખવામાં આવી હતી અને દબાણ કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ સાંકડો કરી નાખવામાં આવ્યા હોવાની જાણકારી સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગના થતા મામલો પ્રશાસન વિભાગની ટીમ તાત્કાલિક પડે જાગી ઉઠી છે અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ ખુલ્લો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ગોડાઉન ખાલી કરવા માટેનો સમય : પ્રથમ દિવસે મામલતદારની ટીમ દ્વારા ફક્ત 29 લોકોને નોટીસ આપવામાં આવી હોવાના કારણે 29 જેટલા દબાણો જ પાલિકા અને સ્થાનિક પ્રશાસન વિભાગની ટીમ હટાવી શકે છે. આ મુદ્દે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જોકે આ તમામ લોકો કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ અને મકાનો ખાલી કરવા અને ગોડાઉન ખાલી કરવા માટેનો સમય માંગ્યો છે, પરંતુ આ સમય પ્રશાસન વિભાગે આપ્યો નથી અને પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે આ મુદ્દે ફાયર બ્રિગેડની ટીમો પણ સાથે રાખવામાં આવી છે.