સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર એડીશનલ ચીફ કોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે ગત તા. 24મીએ જવાબદારો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાનો પોલીસને હુકમ કરતા જિલ્લાના સહકાર ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કોર્ટના હુકમ બાદ 6 દિવસે એ ડીવીઝન પોલીસ મથકે મંડળીના પ્રમુખ સહિત 11 સામે ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો: UNA Crime: ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ, ધરપકડના એંધાણ
11 શખ્સો સામે ફરિયાદ: વઢવાણ એપીએમસીના ચેરમેન રામજીભાઈ ગોહિલ તેમજ વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રાયમલ ભાઇ ચાવડા શહીદ 11 શખ્સો સામે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર અને ભાજપના બંને જૂથો અમને સામે આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયુ. ગેરવહીવટને લીધે મંડળી તા. 10-7-1993ના રોજ ફડચામાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી અને મંડળી ત્યારથી એટલે કે, છેલ્લા 30 વર્ષથી ફડચામાં છે. ફડચામાં ગયેલી આ મંડળીને વર્ષ 2020માં પુન: જીવીત કરાઈ હતી. અને ત્યારબાદ રૂપીયા 2,66,75,000ની જમીન જંત્રી કરતા ઉંચા ભાવે વઢવાણ તાલુકાના દેદાદરા ગામ પાસે ખરીદી કરવામાં આવી હતી.
મંડળીને પુનઃજીવીત કરવા અરજી: આ સમગ્ર વાત બહાર આવતા વસ્તડીના વજુભાઈ અલુભાઈ ગોહીલે સમગ્ર કૌભાંડ વર્ષ 2021માં છતુ કર્યું હતું. આ કૌભાંડ અંગે સહકારી ભાગમાં છેક ગાંધીનગર ને દિલ્હી સુધી તથા પોલીસ ભાગમાં પણ જિલ્લા પોલીસ ગૃહપ્રધાન સુધી રજુઆતો કરી હતી. જેમાં તા. 12-03- 2020ના રોજ મંડળીને પુનઃજીવીત કરવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓમાં 61 ભાસદોની સહી સાથે અરજી કરાઇ હતી. પરંતુ મંડળીના સભાસદોની મળેલી બેઠકમાં 7 સભાસદો મૃત્યુ પામેલા હોવા છતાં તેઓને જીવંત દર્શાવી સહીઓ કરાઈ હતી અને સભાસદો ગેરહાજર હોવા છતાં તેઓની સહી કરી હાજર દર્શાવાયા હોવાનું રજુઆતમાં જણાવાયુ હતું.
આ પણ વાંચો: Surat Civil App: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નલ રેફરેન્સ સિસ્ટમ એપ થશે કાર્યરત
આ સમગ્ર રજુઆતો બાદ પણ પોલીસ તરફથી કોઈ ગુનો દાખલ ન થતા અંતે વજુભાઈ ગોહીલે તા. 13-12-2021ના રોજ સુરેન્દ્રનગર એડીશનલ ચીફ જયુડીશયલ કોર્ટમા કેસ દાખલ કર્યો હતો. જેમાં તા. 24 માર્ચના રોજ કોર્ટે આ કેસમાં અરજદારની અરજી મુજબ દોષીત વ્યકતીઓ સામે છેતરપિંડીની કલમો સાથે ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો.
આ કૌભાંડમાં સંડોવાયેલ આરોપી:
1. રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડા (તાલુકા પંચાયતના પ્રમુખના પતિ) ગામ : દેદાદરા
2. રામજીભાઈ હરિભાઈ ગોહિલ (વઢવાણ એપીએમસીના ચેરમેન ગામ : ખોલડીયાદ)
3. હરીસંગ મનુભાઈ ડોડીયા (ગામ : વઢવાણ)
4. લક્ષ્મણભાઈ મનુભાઈ કોળી ( ગામ : ફૂળગ્રામ)
5. મોહનભાઈ નારણભાઈ ચાવડા (ગામ : બાકરથળી)
6. પ્રતાપભાઈ મોહનભાઈ ચાવડા (ગામ : રામપરા)
7. કરસનભાઈ નરસિંહભાઈ જાદવ (ગામ : બજરંગપુરા)
8. , ભરતભાઈ માનસંગભાઈ ચૌહાણ (ગામ :વાડલા)
9. જેસીંગભાઇ ભવનભાઈ ડોડીયા (ગામ : દેદાદરા)
10. ડી ડી મોરી (નિવૃત્ત ફડચા અધિકારી, હાલ લખતર એપીએમસીના સેક્રેટરી)
11. લાલજીભાઈ તુકારામભાઈ ચાવડા (મળોદ)