આ પ્રદર્શનમાં પાંચ વિભાગમાં કુલ 75 કૃતિ પ્રદર્શિત થઈ હતી.
- આધુનિક ખેત પદ્ધતિ
- આધુનિક ખેત પદ્ધતિથી ખેત ઉત્પાદનમાં વધારો થાય છે.
- રુધિરાભિસરણ તંત્ર
- રુધિરાભિસરણ તંત્ર શરીરમાં કઇ રીતે કામ કરે છે તેની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી
- ચંદ્રયાન 2
- હાલમાં ઈસરો દ્વારા બનાવેલ ચંદ્રયાન કેવી રીતે બનાવવામાં આવ્યું તેનું મોડેલ
- પ્લેટીનાર મશીન
- રેફ્રીજરેટર ઠંડુ કરવાની નવી પધ્ધતિ કરતું મોડેલ આધુનિક ફ્રીજ
- પ્રકાશનું પરાવર્તન વક્રીભાવન
- પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે તેનું મોડેલ
આ ઉપરાંત લાઈફ જેકેટ, મોબાઈલ રેડિએશન ચિપ, આધુનિક પાર્કિંગ સિસ્ટમ, હાઇદ્રોલિક જેક વગેરે કૃતિઓ રજૂ કરાઇ હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી બારડ સાહેબ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરી સાહેબના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રથવી, વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાંચાણી, શિક્ષક સંઘના હોદ્દેદારો ઊપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી કો. નિલેશભાઈ તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.